મુંબઈ(Mumbai)ના જુહુ વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિરમાં વીજ કરંટ લાગવાથી એક ભક્તનું મોત થયું છે. પોલીસે આ મામલે બેદરકારીનો ગુનો નોંધ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ(Mumbai)ના જુહુ વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિરમાં વીજ કરંટ લાગવાથી એક ભક્તનું મોત થયું છે. પોલીસે આ મામલે બેદરકારીનો ગુનો નોંધ્યો છે. જુહુ પોલીસે જણાવ્યું કે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. ભક્તને વીજ કરંટ કેવી રીતે લાગ્યો અને તેને કેવી રીતે ઝટકો લાગ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર લોકોની પૂછપરછ કરી રહ્યા છે.
ADVERTISEMENT
મધ્યપ્રદેશના છિંદવાડા શહેરમાં રવિવારે રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઓટોરિક્ષા પર ભગવો ધ્વજ લગાવવા માટે ઉપયોગમાં લેવાતો લોખંડનો સળિયો અચાનક તેની ઉપરથી પસાર થતા ઈલેક્ટ્રીક વાયર સાથે સંપર્કમાં આવ્યો હતો. જેના કારણે વાહનમાં સવાર પાંચ લોકો દાઝી ગયા હતા અને ઘાયલ થયા હતા.
અધિક પોલીસ અધિક્ષક સંજીવ ઉઇકેએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં એક મહિલા સહિત બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને સારી સારવાર માટે નાગપુર લઇ જવામાં આવ્યા હતા. અન્ય તમામને સ્થાનિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. ઉઇકે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તો ડીજે લગાવેલી ઓટોરિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના શહેરના ચાર દરવાજા પાસે બની હતી. તેમણે કહ્યું કે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો હતા.