રમાબાઈ કૉલોનીના શાંતિનગરમાં રહેતો ૮ વર્ષનો સચિન વર્મા તેના મિત્રો સાથે રમતાં-રમતાં પાણીની જૂની ટાંકીમાં પડી ગયો હતો એટલે તેના દોસ્તોએ અન્ય મોટા લોકોને એ વિશે જાણ કરી હતી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઘાટકોપર-ઈસ્ટની રમાબાઈ કૉલોનીમાં ગઈ કાલે આઠ વર્ષના એક છોકરાનું પાણીની ટાંકીમાં ડૂબી જવાથી મોત થયું હતું. રમાબાઈ કૉલોનીના શાંતિનગરમાં રહેતો ૮ વર્ષનો સચિન વર્મા તેના મિત્રો સાથે રમતાં-રમતાં પાણીની જૂની ટાંકીમાં પડી ગયો હતો એટલે તેના દોસ્તોએ અન્ય મોટા લોકોને એ વિશે જાણ કરી હતી. તે લોકોએ તેને થોડી જ વારમાં બહાર કાઢી તરત રાજાવાડી હૉસિપટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.