નવા વર્ષના અવસરે વેસ્ટર્ન રેલવે પ્રવાસીઓ માટે 31 ડિસેમ્બર, 2022 અને 1 જાન્યુઆરી, 2023ની મધરાત દરમિયાન 8 સ્પેશિયલ લોકલ ટ્રેન સેવાઓ ચાલુ રાખશે.
પ્રતીકાત્મક તસવીર
નવા વર્ષના અવસરે વેસ્ટર્ન રેલવેએ પ્રવાસીઓ માટે 31 ડિસેમ્બર, 2022 અને 1 જાન્યુઆરી, 2023ની મધરાત દરમિયાન 8 સ્પેશિયલ લોકલ ટ્રેન સેવાઓ ચાલુ રાખશે.
આમાં ચર્ચગેટથી વિરાર સુધી 4 અને વિરારથી ચર્ચગેટ સુધી 4 ટ્રેનો દોડાવવામાં આવશે.
ADVERTISEMENT
આમાં પહેલી સ્પેશિયલ ટ્રેન ચર્ચગેટથી 1.15 વાગ્યે ઉપડશે. આ લોકલ ધીમા ટ્રેક પરથી ચલાવવામાં આવશે અને 2 વાગીને 55 મિનિટે આ ટ્રેન વિરાર પહોંચશે. જ્યારે બીજી ટ્રેન ચર્ચગેટથી 2 વાગ્યાની છે ત્રીજી અઢી વાગ્યાની અને ચોથી સ્પેશિયલ ટ્રેન 3.25 વાગ્યાની હશે. આ ટ્રેનોના વિરાર પહોંચવાનો સમય 3.40, 4.10 અને 5.05નો છે.
વિરારથી ચલાવવામાં આવતી સ્પેશિયલ ટ્રેનનો સમય આ છે જેમાં પહેલી સ્પેશિયલ ટ્રેન રાતે 12.15ની છે જે 1.52 વાગ્યે ચર્ચગેટ પહોંચશે. ત્યાર બાદ બીજી ટ્રેન12.45 વાગ્યાની ત્રીજી 1.40ની અને ચોથી સ્પેશિયલ ટ્રેન 3 વાગીને પાંચ મિનિટની છે. આ ટ્રેનો ચર્ચગેટ સ્ટેશન પર 2.22, 3.17 અને 4.41 વાગ્યે પહોંચશે.
સેન્ટ્રેલ રેલવે ચલાવશે 4 સ્પેશિયલ ટ્રેન સર્વિસ
સેન્ટ્રલ રેલ્વે (CR) એ બુધવારે જણાવ્યું હતું કે તે મુસાફરોના લાભ માટે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની મધ્યરાત્રિએ સ્પેશિયલ ઉપનગરીય સેવાઓ ચલાવશે.
સ્પેશિયલ ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી 01.30 વાગ્યે ઉપડશે અને 03.00 વાગ્યે કલ્યાણ પહોંચશે.
સ્પેશિયલ ટ્રેન ટ્રેન કલ્યાણથી 01.30 વાગ્યે ઉપડશે અને 03.00 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.
આ પણ વાંચો : ચોરી પર સિરજોરી
હાર્બર લાઇન
સ્પેશિયલ ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી 01.30 વાગ્યે ઉપડશે અને 02.50 વાગ્યે પનવેલ પહોંચશે.
સ્પેશિયલ ટ્રેન પનવેલથી 01.30 વાગ્યે ઉપડશે અને 02.50 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.