પોલીસની મગજમારીથી બચવા ગુજરાતી વેપારીએ રસ્તા પરથી મળેલું પર્સ સોશ્યલ મીડિયાની મદદથી એના માલિકને પહોંચાડ્યું
વીરેનભાઈએ દિવ્યાબહેનને તેમનું પર્સ સોંપ્યું હતું.
મુલુંડ-વેસ્ટમાં પાંચ રસ્તા નજીક રસ્તા પરથી મળેલા મહિલાના પર્સને રિયલ એસ્ટેટ વેપારી વીરેન દેસાઈએ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને દિવ્યા સોની સુધી પહોંચાડ્યું હતું. શનિવારે દિવ્યાબહેન પાંચ રસ્તા નજીક અંગત કામ માટે આવ્યાં ત્યારે તેમનું પર્સ રસ્તા પર પડી ગયું હતું જેમાં ૧૮૦૦ રૂપિયા રોકડા, સ્કૂટરની ચાવી ઉપરાંત તેમના કેટલાક જરૂરી દસ્તાવેજ હતા. વીરેનભાઈએ કરેલી આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થઈ હતી જેના પરિણામે દિવ્યાબહેનના પતિએ આ પોસ્ટ જોતાં રવિવારે સાંજે આ પર્સ પાછું મેળવી લીધું હતું.