પ્રભાદેવીમાં આવેલા વિખ્યાત ગણપતિના સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે માઘ શ્રી ગણેશજયંતી પહેલાં મૂર્તિને સિંદૂર-લેપન કરવામાં આવે છે. આથી આ વર્ષે આજથી રવિવાર સુધી એટલે કે ૧૫ ડિસેમ્બર સુધી મૂર્તિને સિંદૂર-લેપન કરવામાં આવશે
સિદ્ધિવિનાયક મંદિરની ફાઇલ તસવીર
પ્રભાદેવીમાં આવેલા વિખ્યાત ગણપતિના સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે માઘ શ્રી ગણેશજયંતી પહેલાં મૂર્તિને સિંદૂર-લેપન કરવામાં આવે છે. આથી આ વર્ષે આજથી રવિવાર સુધી એટલે કે ૧૫ ડિસેમ્બર સુધી મૂર્તિને સિંદૂર-લેપન કરવામાં આવશે. આથી આ સમય દરમ્યાન ભક્તો ગણપતિની પ્રત્યક્ષ મૂર્તિનાં દર્શન નહીં કરી શકે. ભક્તોને મંદિરના ગભારાની બહાર ગણપતિબાપ્પાની પ્રતિમૂર્તિનાં દર્શન કરાવવામાં આવશે. સોમવારે ૧૬ ડિસેમ્બરે ગભારામાં સ્થળશુદ્ધિ અને પ્રોક્ષણવિધિ કર્યા બાદ બાપ્પાની મહાપૂજા, નૈવેદ્ય અને આરતી કરવામાં આવશે. એ પછી બપોરે એક વાગ્યાથી ભક્તો ગભારામાંથી મૂર્તિનાં દર્શન કરી શકશે.