Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોલો હવે મુકેશ અંબાણી અને નારાયણ મૂર્તિનો પણ ડીપ ફેક વીડિયો વાઇરલ, ફરિયાદ દાખલ

બોલો હવે મુકેશ અંબાણી અને નારાયણ મૂર્તિનો પણ ડીપ ફેક વીડિયો વાઇરલ, ફરિયાદ દાખલ

24 May, 2024 01:48 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mukesh Ambani Deep Fake Video: ડીપ ફેક વીડિયોમાં રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસના ચહેરાનો ઉપયોગ કરીને એક રોકાણ પ્લેટફોર્મ માટે જાહેરાત કરતાં બાતાવવામાં આવ્યા છે

મુકેશ અંબાણીની ફાઇલ તસવીર

મુકેશ અંબાણીની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. મુકેશ આંબાની, નારાયણ મૂર્તિ, રાજદીપ સરદેસાઈ અને શક્તિકાંત દાસનો ડીપ ફેક વીડિયો વાઇરલ
  2. ડીપ ફેક વીડિયો મામલે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા મુંબઈ પોલીસના સાઇબર સેલમાં ફરિયાદ
  3. પોલીસ દ્વારા ડીપ ફેક વીડિયોને સોશિયલ મીડિયા પરથી હટાવાયો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા તેમના અધ્યક્ષ મુકેશ અંબાણી (Mukesh Ambani Deep Fake Video) સહિત આઇટી કંપની ઈન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણ મૂર્તિના વાઇરલ ડીપ ફેક વીડિયો મામલે મુંબઈ સાઇબર પોલીસને ફરિયાદ નોંધાવી હતી. આ ડીપ ફેક વીડિયોમાં મુકેશ અંબાણી અને એન. આર. નારાયણ મૂર્તિ સહિત ટીવી પત્રકાર અને ન્યૂઝ એન્કર રાજદીપ સરદેસાઈને એક નવા ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મની જાહેરાત કરતાં બતાવવા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ જ ડીપ ફેક વીડિયોમાં રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસના ચહેરાનો ઉપયોગ કરીને એક રોકાણ પ્લેટફોર્મ માટે જાહેરાત કરતાં બાતાવવામાં આવ્યા છે.


મુકેશ અંબાણી, એન. આર. નારાયણ મૂર્તિ, રાજદીપ સરદેસાઈ અને શક્તિકાંત દાસના આ વાઇરલ વીડિયોમાં (Mukesh Ambani Deep Fake Video) જોવા મળી રહ્યું છે કે તેઓ લોકોને આ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ પર 22,000 રૂપિયાનું રોકાણ કરી તેના બદલામાં લાખો રૂપિયા મેળવવાની વિનંતી કરી રહ્યા છે. ભારતના ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિના ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ માટે જાહેરાત કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને હવે આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.



વીડિયોમાં નારાયણ મૂર્તિના એક સ્ટેટમેન્ટનો પણ ઉપયોગ


એક ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મની જાહેરાતના ડીપ ફેક વીડિયોમાં નારાયણ મૂર્તિ કહેતા સંભળાઇ રહ્યા છે કે આ ડિજિટલ પ્લેટફોર્મ બે ડૉલર અબજના રોકાણની મદદથી વિકસાવવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ મોબાઈલ ફોનમાં ઓટોમેટિક ઓપરેટ થવા માટે ગણવામાં આવે છે. નારાયણ મૂર્તિનું (Mukesh Ambani Deep Fake Video) આગળ કહે છે કે આ ઍપના પ્રોજેક્ટ ડિઝાઇન માટે દુનિયાના શ્રેષ્ઠ એન્જિનિયરોની નિમણૂક પણ કરવામાં આવી હતી. તેમ જ રાજદીપ સરદેસાઈ, મુકેશ અંબાણી અને નારાયણ મૂર્તિના અવાજનો ક્લોન કરીને વીડિયોમાં બતાવવામાં આવેલી આ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમને સાચી એવું પણ કહેવામાં આવ્યું છે.

વીડિયો ડીપ ફેક હોવાનું રિલાયન્સના પ્રવક્તાની સ્પષ્ટતા


મુકેશ અંબાણી સહિત બીજા વ્યકતીના ડીપ ફેક વીડિયો બાબતે રિલાયન્સના (Mukesh Ambani Deep Fake Video) પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મને મુકેશ અંબાણી, નારાયણ મૂર્તિ, રાજદીપ સરદેસાઈ અને ગવર્નર શક્તિકાંત દાસ પ્રમોટ કરી રહ્યા છે તે વાઇરલ વીડિયો ડીપ ફેક પધ્ધતિથી બનાવવામાં આવ્યો છે. ફેક વીડિયો બાબતે રિલાયન્સ દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટના બતાવે છે કે કેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ લોકોને છેતરવા માટે પણ કરવામાં આવી છે. આ ઘટના બાબતે ઘટના મુંબઈ પોલીસના સાઇબર સેલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમ જ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ સાથે વીડિયોને અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી હટાવી પણ દેવામાં આવ્યો છે, એવું એક પોલીસ અધિકારીએ કહ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2024 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK