Mukesh Ambani Deep Fake Video: મહિલા ડૉક્ટરે 16 અલગ અલગ બેન્ક ખાતામાં કુલ સાત લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
મુકેશ અંબાણી અને પ્રતીકાત્મક તસવીરનું કોલાજ
દુનિયાની જાણીતી અને પ્રખ્યાત વ્યક્તિના ડીપફેક વીડિયો (Mukesh Ambani Deep Fake Video) બનાવી લોકો સાથે આર્થિક રીતે છેતરપિંડી કરવાની અનેક ઘટના સામે આવી રહી છે. આ ડીપફેક વીડિયોના જાળમાં અનેક ભણેલા લોકો પણ આવી જાય છે. તાજેતરમાં મુંબઈના અંધેરીમાંથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલા ડૉક્ટરે બિઝનેસમૅન મુકેશ અંબાણીનો એક ડીપફેક વીડિયો જોઈને સાત લાખ રૂપિયા ગુમાવ્યાં છે.
તાજેતરમાં મુંબઈના અંધેરીમાં એક મહિલા ડૉક્ટરને (Mukesh Ambani Deep Fake Video) સાત લાખ રૂપિયાની ઠગાઈનો સામનો કરવો પડ્યો છે. મળેલી માહિતી અનુસાર, આ છેતરપિંડી કરવા માટે ગઠિયાઓએ ડીપફેક વીડિયોનો ઉપયોગ કર્યો હતો. 54 વર્ષની આ મહિલા આયુર્વેદ ડૉકટર સાથે ઇન્સ્ટાગ્રામ રીલ મારફત શેર માર્કેટ ટ્રેડિંગ સ્કૅમમાં રોકાણ કરવાનું કહી છેતરપિંડી કરવામાં આવી હતી. છેતરપિંડી કરવામાં આવેલા આ ડીપફેક વીડિયોમાં દેશના જાણીતા અગ્રણી બિઝનેસમૅન મુકેશ અંબાણી `રાજીવ શર્મા ટ્રેડ ગ્રુપ` વાત કરતાં દેખાઈ રહ્યા છે. આ ડીપફેક વીડિયોમાં મુકેશ અંબાણી લોકોને શેર બજારમાં ઇન્વેસ્ટ કરીને વધુ રિટર્ન મેળવવા માટે આ કંપનીની બીસીએફ ઇન્વેસ્ટમેન્ટ એકેડમી સાથે જોડાવવાનું કહે છે.
ADVERTISEMENT
મુકેશ અંબાણીનો આ બીજો ડીપફેક વાયરલ થઈ રહ્યો છે. માર્ચમાં પણ (Mukesh Ambani Deep Fake Video) આ પ્રકારનો જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મુકેશ અંબાણિ સ્ટૉક માર્કેટ ટ્રેડિંગ મેન્ટરશિપ પ્રોગ્રામ વિશે વાત કરતા બતાવવામાં આવ્યા હતા. આ વીડિયોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મારફત મુકેશ અંબાણી લોકોને `સ્ટુડન્ટ વીનિટ` પેજને ફોલો કરવાની સલાહ આપી હતી. અહીં ઈન્ટરનેટ યૂઝર્સને ફ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ મળી શકે છે. મુંબઈના ડોકટર કે.કે.એચ. પાટીલ સાથે આ છેતરપિંડી 28 મે થી 10 જૂન વચ્ચે થઈ હતી. આ સમયગાળા દરમિયાન તેમણે 16 અલગ અલગ બેન્ક ખાતામાં કુલ સાત લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ પૈસાના બદલામાં તેમને હાઇ રિટર્ન અને અંબાણી દ્વારા પ્રમોશન આપવાની લાલચ આપવામાં આવી હતી.
આ અંગે મુંબઈ સાઇબર સેલના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ (Mukesh Ambani Deep Fake Video) કહ્યું હતું કે સાત લાખ રૂપિયા ગુમાવ્યા બાદ મહિલાને છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. ટ્રેડિંગ વેબસાઇટ પર તેમણે 30 લાખ રૂપિયાનો પ્રોફિટ આપવાનું કહેવામાં આવ્યું હતું તે પૈસા તેઓ કાઢી શક્ય નહોતા. આવી સ્થિતિમાં તેમના મનમાં શંકા ઉત્પન્ન થઈ અને તે બાદ તેમણે આ બાબતે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસ અધિકારીઓએ કહ્યું કે ઠગોએ આ મામલામાં ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. પોલીસ દ્વારા આ મામલે બેન્કના નોડલ ઓફિસરોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને હવે તે બેન્ક ખાતાઓને ફ્રીઝ કરાવવામાં આવી રહ્યા છે જેમાં મહિલાએ સાત લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.