આગ લાગ્યાની જાણ થતાં ડ્રાઇવરે તરત બસ થોભાવીને અલાર્મ વગાડ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના થાણે શહેરમાં મંગળવારે બસમાં આગ લાગતાં એમાં સવાર ૬૫ પૅસેન્જરોને હેમખેમ ઉગારી લેવાયા હતા. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનની બસ આશરે ૬૫ પૅસેન્જરોને લઈને થાણેથી ભિવંડી જઈ રહી હતી ત્યારે ઉતલેશ્વર નજીક સવારે આઠ વાગ્યે આ ઘટના બની હતી, એમ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા અવિનાશ સાવંતે જણાવ્યું હતું.
આગ લાગ્યાની જાણ થતાં ડ્રાઇવરે તરત બસ થોભાવીને અલાર્મ વગાડ્યું હતું. એ પછી પૅસેન્જરો તરત નીચે ઊતરી ગયા હતા. બસ આંશિક રીતે સળગી ગઈ હતી.
ADVERTISEMENT
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ફાયર-કર્મચારીઓ અને રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલની ટીમે ઘટનાસ્થળે પહોંચીને અડધો કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બસમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા અધિકારીએ વ્યક્ત કરી હતી.