મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી)ના ૩૬ વર્ષના ડ્રાઇવરે પાલઘર જિલ્લાના જવ્હાર શહેરમાં પાર્ક કરેલી બસમાં લટકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી)ના ૩૬ વર્ષના ડ્રાઇવરે પાલઘર જિલ્લાના જવ્હાર શહેરમાં પાર્ક કરેલી બસમાં લટકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ ઘટના ગુરુવારે સવારે જવ્હાર બસડેપોમાં બસ ઊભી હતી ત્યારે બની હતી. એના ડ્રાઇવરે દોરડાનો ઉપયોગ કરીને વાહનની અંદર લટકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક સુરક્ષા ગાર્ડ અને ડ્રાઇવરના અન્ય સાથીદારોએ તેને બહારથી જોયો અને તેની પાસે દોડતા આવ્યા હતા. તેમણે તેને નીચે ઉતારીને તેનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ ડ્રાઇવરને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલમાં સારવાર ચાલી રહી છે. તેની પ્રાથમિક તપાસમાં પોલીસને ખ્યાલ આવ્યો છે કે એમએસઆરટીસીનો સ્થાનિક સ્ટાફ તેને હેરાન કરતો હતો અને તેની ફરિયાદ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.’