સતારાથી મુંબઇ આવતી MSRTC બસનો ગંભીર અકસ્માત, 1 મોત 16 ઇજાગ્રસ્ત
પ્રતીકાત્મક તસવીર
મુંબઇ-પુણે એક્સપ્રેસવે (Mumbai-Pune Expressway) પર એક એસટી બસ (ST Bus)નો ગંભીર અક્સમાત (Accident) થયો છે. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું નિધન થઈ ગયું છે તો 16 ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. બધાં ઇજાગ્રસ્તોની નવી મુંબઇ (Mumbai)ના કામોઠે હૉસ્પિટલમાં સારવાર થઈ રહી છે. દુર્ઘટનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે દુર્ઘટનાગ્રસ્ત બસ સતારાથી મુંબઇ આવતી હતી. તે સમયે ટ્રકે એસ ટી બસને ટક્કર મારી દીધી, અસર એટલી ખતરનાક હતી કે એક તરફનો બસનો ભાગ સંપૂર્ણ રીતે કપાઇ ગયો. આથી સૂઇ રહેલા પ્રવાસીઓને ગંભીર ઇજા થવાની શક્યતા છે.
ADVERTISEMENT
આ દુર્ઘટના મુંબઇ-પુણે એક્સપ્રેસવે પર પનવેલથી બહાર જૂના એક્સપ્રેસવે પર થઈ છે. આ બસ પુણેથી મુંહઇ તરફ આવતી હતી. અકસ્માત બપોરે દોઢ વાગ્યાની આસપાસ થયો.
અકસ્માતમાં એક વ્યક્તિનું નિધન થઈ ગયું છે ખબર પડી છે કે મૃતક મુંહઇમાં BESTનો ડ્રાઇવર હતો. અક્સમાતમાં બસ ચાલક સહિત 16 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. બધા ઇજાગ્રસ્તોને તરત જ IRB હાઇવે વાહન પોલીસ પલસપ ટેમ્પો દ્વારા હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે બધાં ઇજાગ્રસ્તોની કામેઠેના એમજીએમ હૉસ્પિટલમાં સારવાર થઈ રહી છે.
અકસ્માત કેવી રીતે થયો, તેની હજી માહિતી મળી નથી. પનવેલ ડેપોના પ્રમુખ વિલલાસ ગાવડે અને પનવેલ ડેપોના અન્ય અધિકારી હૉસ્પિટલમાં હાજર છે. આ બધાં ઇજાગ્રસ્તોની સારસંભાળ લઈ રહ્યા છે.

