કોરોના દરમ્યાન કરાયેલા લૉકડાઉનને કારણે ભારે અસર પામેલી એસટીને હવે એમાંથી બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે
ફાઈલ તસવીર
ડીઝલની કિંમતમાં વધારો થતાં હવે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી)એ એની બધી જ બસની ટિકિટોનાં ભાડાંમાં આજ રાતથી જ વધારો કરવાનો નિર્ણય લીધો છે. કોરોના દરમ્યાન કરાયેલા લૉકડાઉનને કારણે ભારે અસર પામેલી એસટીને હવે એમાંથી બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે.
એમએસઆરડીસીના વાઇસ ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર શેખર છન્નેએ કહ્યું હતું કે ‘ડીઝલની કિંમતમાં વધારો થતાં અમે ટિકિટોનાં ભાડાં ૧૭.૧૭ ટકા વધારવાનો નિર્ણય લીધો છે. અમે ત્રણ વર્ષ બાદ ટિકિટોનાં ભાડાં વધારી રહ્યા છીએ.’
ADVERTISEMENT
આ પગલાના કારણે એસટીને અંદાજે ૫૦ કરોડ રૂપિયાની આવક થશે. એસટીમાં હાલ ૯૫,૦૦૦ કર્મચારીઓ કાર્યરત છે અને એની પાસે હાલ ૧૬,૦૦૦ બસનો કાફલો છે.