Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સંસદસભ્ય અરવિંદ સાવંતે ઇમ્પોર્ટેડ માલ કહેતાં શાઇના એનસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

સંસદસભ્ય અરવિંદ સાવંતે ઇમ્પોર્ટેડ માલ કહેતાં શાઇના એનસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

Published : 02 November, 2024 10:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દ‌ક્ષિણ મુંબઈના શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના સંસદસભ્ય અરવિંદ સાવંતે ગઈ કાલે મુંબાદેવી વિધાનસભા બેઠકનાં મહાયુતિનાં ઉમેદવાર શાઇના એનસીની ‘ઇમ્પોર્ટેડ માલ’ કહીને ટીકા કરી હતી.

અરવિંદ સાવંત, સાઈના એનસી

અરવિંદ સાવંત, સાઈના એનસી


દ‌ક્ષિણ મુંબઈના શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના સંસદસભ્ય અરવિંદ સાવંતે ગઈ કાલે મુંબાદેવી વિધાનસભા બેઠકનાં મહાયુતિનાં ઉમેદવાર શાઇના એનસીની ‘ઇમ્પોર્ટેડ માલ’ કહીને ટીકા કરી હતી. એક મહિલાને આવા અશોભનીય શબ્દો કહેવા યોગ્ય નથી એટલે શાઇના એનસીએ સંસદસભ્યની ટીકાનો વિરોધ કરીને નાગપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું. સંસદસભ્ય અરવિંદ સાવંતે એક ઇન્ટરવ્યુમાં શાઇના એનસી વિશે કહ્યું હતું કે ‘ઇમ્પોર્ટેડ માલ નહીં, અહીં લોકલ માલ ચાલે છે.’


અરવિંદ સાવંતની આવી ટીકાનો મુંબઈમાં જ નહીં, આખા રાજ્યમાં પડઘો પડ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘ઇન્ટરવ્યુમાં અરવિંદ સાવંતનું આ નિવેદન અત્યંત હલકી કક્ષાનું છે. મહિલાનું અપમાન કરનારા આ લોકોને વિધાનસભાની ચૂંટણીમાં લાડકી બહેનો ઘરે બેસાડશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2024 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK