આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી
ટૂ-વ્હીલર્સ આગમાં ભસ્મીભૂત
સોમવારે સવારે પાલઘર રેલવે સ્ટેશન નજીક પાર્ક કરવામાં આવેલાં એક ડઝનથી વધુ ટૂ-વ્હીલર્સ આગમાં ખાક થઈ ગયાં હતાં. જોકે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી.
અધિકારીએ આપેલી માહિતી અનુસાર સવારે દસ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી અને પોલીસ તથા ફાયરબ્રિગેડ આગ લાગવા પાછળનું કારણ તપાસી રહ્યા છે.