મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCP નેતા અનિલ દેશમુખ (Anil Deshmukh)ને જામીન આપવાના બોમ્બે હાઈકોર્ટ(Bombay High Court)ના નિર્ણયને CBIએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
અનિલ દેશમુખ
ભ્રષ્ટાચારના કેસમાં આરોપી મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCP નેતા અનિલ દેશમુખ (Anil Deshmukh)ને જામીન આપવાના બોમ્બે હાઈકોર્ટ(Bombay High Court)ના નિર્ણયને CBIએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. બોમ્બે હાઈકોર્ટે 12 ડિસેમ્બરે NCPના 73 વર્ષીય નેતાને જામીન આપ્યા હતા. પરંતુ કોર્ટે કહ્યું હતું કે આ આદેશ 10 દિવસ પછી પ્રભાવી થશે, કારણ કે સીબીઆઈએ તેને સર્વોચ્ચ અદાલતમાં પડકારવા માટે સમય માંગ્યો હતો.
દેશમુખને જામીન આપતાં બોમ્બે હાઈકોર્ટે નોંધ્યું હતું કે, બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વજેના નિવેદનને બાદ કરતાં, સીબીઆઈ દ્વારા રેકોર્ડ પર એવું કોઈ નિવેદન નથી કે મુંબઈમાં બાર માલિકો પાસેથી તત્કાલીન ગૃહ પ્રધાન દેશમુખના ઈશારે વસૂલી કરવામાં આવી હોય.
ADVERTISEMENT
આ પણ વાંચો: Pathaan વિવાદમાં નવનીત રાણાની એન્ટ્રી, શાહરુખ ખાન પર આપી પ્રતિક્રિયા
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેની અરજીમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે સીબીઆઈના વાંધાઓ છતાં હાઈકોર્ટે દેશમુખને જામીન આપતી વખતે ગંભીર ભૂલ કરી હતી. સીબીઆઈએ કહ્યું છે કે હાઈકોર્ટે ધ્યાનમાં લીધું નથી કે આર્થિક ગુનાઓ અલગ કેટેગરીમાં આવે છે અને આવા ગુનાઓને નિયમિત કેસની જેમ જામીન આપવાની જરૂર નથી. એવા સમયે જ્યારે આર્થિક ગુનાના મૂળ મજબૂત હોય છે.