લગભગ પાંચ વર્ષ પહેલાં અંધેરીના મોગરાપાડામાં છરીના ઘા મારીને હત્યા કરનાર એક વ્યક્તિની ઘાતકી હત્યાના કેસમાં ડિંડોશી સેશન્સ કોર્ટના જજે એ. ઝેડ ખાન દ્વારા તાજેતરમાં જ મોહમ્મદ સલીમ નવાબ ખાન (67) અને તેના બે પુત્રોને આજીવન કેદની સજા ફટકારી હતી.
પ્રતીકાત્મક તસવીર
લગભગ પાંચ વર્ષ પહેલાં અંધેરીના મોગરાપાડામાં છરીના ઘા મારીને હત્યા કરનાર એક વ્યક્તિની ઘાતકી હત્યાના કેસમાં ડિંડોશી સેશન્સ કોર્ટના જજે એ. ઝેડ ખાન દ્વારા તાજેતરમાં જ મોહમ્મદ સલીમ નવાબ ખાન (67) અને તેના બે પુત્રો નઝીમ સલીમ ખાન (34) અને ફરહાન સલીમ ખાન (38)ને આજીવન કેદની સજા ફટકારી હતી.
પોલીસે દાખલ કરેલા કેસ મુજબ અબ્દુલ કયુમ સૈયદ મીરારોડનો રહેવાસી હતો. તે અંધેરીના મોગરાપાડાના હવાલદાર ચાલમાં એક રૂમનો માલિક હતો. સૈયદે રૂમ ભાડે લીધો હતો. જો કે, તેની સામે ખૈરુન્નિસા ચાલીના રહેવાસી એવા નવાબ ખાને સૈયદના રૂમની સામે ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાથી તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જેથી સૈયદે વહીવટી તંત્રને ફરિયાદ કરતાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આને કારણે ખાન અને સૈયદ વચ્ચે દુશ્મનાવટ પેદા થઈ હતી.
ADVERTISEMENT
આ વિસ્તારમાં અતિક્રમણ અંગે જિલ્લા કલેક્ટરના આદેશથી મ્હાડાના અધિકારીઓ 16 એપ્રિલ, 2018ના રોજ સર્વે કરવા માટે આવ્યા હતા. જેની જાણ થતાં સૈયદ પણ ચાલીમાં આવ્યો હતો. અધિકારીઓ અન્યત્ર કામ કરતા હતા ત્યારે ખાન ચાલમાં કેટલાક લોકો સાથે ગપ્પાં મારી રહ્યો હતો. તે જ સમયે, ખાને સૈયદને ધક્કો મારીને નીચે પાડી દીધો હતો અને ત્યારબાદ ઘરમાંથી છરી લાવીને તેના પેટમાં છરીના ઘા મારવામાં આવ્યા હતા.
તેણે છરીને ડાબી અને જમણી બાજુ ફેરવીને સૈયદના આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. આ ઘટના બની ત્યારે કેટલાક લોકો ત્યાં હાજર હતા. સૈયદે મદદ માટે આજીજી કરી હોવા છતાં કોઇ આગળ આવ્યું ન હતું. છેવટે તે જાતે જ ઊભા થઈ આંતરડા હાથમાં લઈને નજીકની પોલીસ ચોકીમાં ગયો હતો. ત્યારે જઈને એક પાડોશીએ તેની મદદ કરી હતી. બંને રિક્ષામાં જોગેશ્વરી ટ્રોમા સેન્ટર તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસની વાન આવી પહોંચતા તેને સ્ટ્રેચર પર બેસાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે સૈયદનું સારવાર દરમિયાન 19 એપ્રિલના રોજ મોત નીપજ્યું હતું.
એક પ્રત્યક્ષદર્શીએ જુબાની આપતાં કહ્યું હતું કે, "ખાને નિર્દયતાથી સૈયદના પેટમાં છરીના ઘા માર્યા અને છરીને આરપાર કાઢી હતી. પેટના આંતરડા પણ બહાર આવી ગયા હતા. પછી સૈયદ હાથમાં પોતાનું આંતરડું લઈને નજીકની પોલીસ ચોકી પર જઈ રહ્યો હતો”
સરકારી વકીલ ગીતા ગોડામ્બે દ્વારા આ સહિત અનેક સાક્ષીઓની જુબાની નોંધી હતી. ખાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "સૈયદના હાથમાં છરી હતી અને જ્યારે હું તેને ખેંચી રહ્યો હતો ત્યારે તેને પેટમાં ઈજા થઈ હતી. બાદમાં, હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારીને કારણે જંતુના ચેપને કારણે સૈયદનું મોત નીપજ્યું હતું.” જોકે, જજે તેના આ નિવેદનને ફગાવી દીધું હતું.
આ પણ વાંચો: પાંચ કલાકના ઑપરેશન બાદ મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો
"આ ખૂબ જ ક્રૂર ગુનો છે. ગુનેગારોએ ધોળા દિવસે હુમલો કર્યો હતો અને પીડિત વ્યક્તિના આંતરડા પણ બહાર કાઢી નાખ્યા હતા. તેથી, જો દોષિત ઘરમાં સ્ત્રી, બાળકો છે એમ કહીને સજામાં દયા દાખવવાની વિનંતી કરે તો પણ તે સ્વીકારી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, આ ગુનો નિર્વિવાદપણે સાબિત થયો હોવાથી, ન્યાયાધીશના ચુકાદામાં ત્રણેયને આજીવન કેદની સજા યોગ્ય સાબિત ગણાઈ છે.