પાલઘર જિલ્લાના વાણગાવમાં ગુરુવારે મોડી સાંજે એક વિચિત્ર ઘટના બની હતી
પ્રતીકાત્મક તસવીર
પાલઘર જિલ્લાના વાણગાવમાં ગુરુવારે મોડી સાંજે એક વિચિત્ર ઘટના બની હતી. એક માણસ ચોરી કરેલો મોબાઇલ અનલૉક કરવા માટે વાણગાવની એક દુકાનમાં ગયો હતો. મોબાઇલના દુકાનદારે મોબાઇલ કોનો છે? કોના નામે ખરીદવામાં આવ્યો છે? લૉક કેવી રીત થઈ ગયો? જેવા સવાલ કરતાં મોબાઇલ અનલૉક કરવા ગયેલો માણસ પકડાઈ જવાના ડરથી ગભરાઈ ગયો હતો. તે દુકાનદારના હાથમાંથી મોબાઇલ આંચકીને ભાગવા લાગ્યો હતો. ભાગતી વખતે વાણગાવ નાકા પાસે આવેલો કૂવો અંધારામાં ન દેખાતાં ચોર કૂવામાં ખાબક્યો હતો. પચાસ ફુટ ઊંડા કૂવામાં થોડું પાણી હતું એટલે ચોરને બહુ ઈજા નહોતી થઈ કે પાણીમાં તે ડૂબ્યો નહોતો. લોકોએ ચોરને કૂવામાંથી બહાર કાઢીને પોલીસને હવાલે કર્યો હતો.

