વર્સોવામાં આવેલા ડી-માર્ટના કર્મચારીએ ગ્રાહક સાથે મરાઠીમાં બોલવાની ના પાડી દેતાં ગુસ્સે ભરાયેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરે તેને તમાચો ઠોકી દેવાની ઘટના મંગળવારે બની હતી. એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
મરાઠીમાં ન બોલનારા ડી-માર્ટના કર્મચારીને MNSના કાર્યકરે તમાચો ઠોકી દીધો
વર્સોવામાં આવેલા ડી-માર્ટના કર્મચારીએ ગ્રાહક સાથે મરાઠીમાં બોલવાની ના પાડી દેતાં ગુસ્સે ભરાયેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરે તેને તમાચો ઠોકી દેવાની ઘટના મંગળવારે બની હતી. એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
આ વિડિયોમાં ડી-માર્ટનો કર્મચારી ગ્રાહકને કહી રહ્યો છે કે ‘હું મરાઠીમાં વાત નહીં કરું, હું ફક્ત હિન્દીમાં જ વાત કરીશ. તમારે જે કરવું હોય એ કરી લો.’
ADVERTISEMENT
MNSના કાર્યકરોને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ MNSના વર્સોવા યુનિટના પ્રેસિડન્ટ સંદેશ દેસાઈની આગેવાની હેઠળ ડી-માર્ટ પર પહોંચી ગયા હતા અને ત્યાર બાદ તે કર્મચારીને લાફો ચોડી દીધો હતો. છેવટે કર્મચારીએ પોતાની આ વર્તણૂક બાબતે માફી માગી હતી. કર્મચારીને લાફો મારવાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર ત્યાર બાદ ફરતો થયો હતો.