થાણેના આનંદનગર ટોલ બૂથ પર વિરોધ પ્રદર્શન કરશે મનસે.
ફાઈલ તસવીર
ટોલના મુદ્દાને લઈને મનસે ફરી એકવાર આક્રમક દેખાઈ રહી છે. મનસે ટોલના મુદ્દે જન આંદોલન શરૂ કરશે. થાણેના આનંદનગર ટોલ બૂથ પર 1 ઑક્ટોબરથી વધારો થવા જઈ રહ્યો છે અને મનસે આ મુદ્દે આક્રમક થઈ ગયા છે. મનસેએ એકવાર ફરી ટોલ પર આક્રમક વલણ સ્વીકાર્યું છે. (MNS will protest at Anandnagar toll booth in Thane )
1 ઑક્ટોબરથી મનસે થાણેના આનંદનગર ટોલ બૂથ પર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. આનંદનગર ટોલ બૂથ પર 1 ઑક્ટોબરથી વધેલા દર લાગૂ થઈ જશે. આ વિરુદ્ધ મનસેએ પોતાનું આક્રમક વલણ અપનાવ્યું છે. રાજ્યને થાણેકર મુખ્યમંત્રી મળ્યા, મનસેએ ટીકા કરી છે કે સત્તામાં આવતા પહેલા તેમણે ટોલમાંથી છૂટકારો અપાવવાનો વાયદો કર્યો હતો પણ આ વાયદો પૂરો કર્યો નથી.
ADVERTISEMENT
ટોલનો મુદ્દો પાર્ટીના ગઠન બાદથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રડાર પર છે. ટોલના મુદ્દે મનસે ઘણીવાર વિરોધ પ્રદર્શન કરે છે. મનસે પણ સતત દાવો કરી રહી છે કે મનસેના આંદોલનને કારણે મહારાષ્ટ્રમાં 65 ટોલ બૂથ બંધ કરી દેવામાં આવ્યા છે.
થોડાક દિવસ પહેલા જ્યારે મનસેના યુવા નેતા અમિત ઠાકરેનો કાફલો નાશિકથી આવી રહ્યો હતો, ક્યારે મનસે કાર્યકર્તાઓ સાથે ટોલ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા વ્યવહારને કારણે મનસે કાર્યકર્તા આક્રમક થઈ ગયા અને સિન્નર સ્થિત ટોલ બૂથ તોડી દેવામાં આવ્યો. ત્યાર બાદ ફરી એકવાર મહારાષ્ટ્રમાં ટોલનો મુદ્દો ચર્ચામાં રહ્યો અને ટોલના મુદ્દે મનસે અને બીજેપી વચ્ચે આ પ્રકારની તનાતની જોવા મળશે.
મનસેએ કહ્યું કે અનેક આશ્વાસન આપવામાં આવ્યા, અનેક આંદોલન થયા, પણ આ ટોલ અટકવાનું નામ નથી લઈ રહ્યા, મુખ્યમંત્રીના રાજ્યમાં આવતા પહેલા, થાણેને ટોલફ્રી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પણ તેમના મુખ્યમંત્રી બન્યા બાદ, અમે 1 ઑક્ટોબર, 2023થી ફરીથી ટોલ વધારાનો સામનો કરવો પડશે. આનો અર્થ એ છે કે થાણેકરના ખિસ્સા અને મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા વાયદાઓમાં કાપ કરવાનો રહેશે.
મનસે નેતા અવિનાશ જાધવે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હું 30 સપ્ટેમ્બરથી આ ટોલ વધારા વિરુદ્ધ અને થાણેકરોનો સહયોગ પામવા માટે અમારે ત્યાં એક જન આંદોલન ઊભો કરી રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે મુંબઈના એન્ટ્રી પૉઇન્ટ પર ગોઠવાયેલા ટોલનાકા પર વર્ષો થયાં ટોલ ટૅક્સ ઉઘરાવાય છે, એટલું જ નહીં, સમયાંતરે એ ટોલ ટૅક્સમાં વધારો પણ થાય છે. હવે એમાં ૧ ઑક્ટોબરથી ફરી પાછો વધારો ઝીંકાયો છે. વર્ષો થવા છતાં ટોલ ટૅક્સ બંધ જ થતો નથી. એટલે હાલમાં જે વધારો કરવામાં આવશે એ પાછો ખેંચાય એ માટે એમએનએસ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના થાણે અને પાલઘર જિલ્લાના અધ્યક્ષ અવિનાશ જાધવની આગેવાની હેઠળ બુધવારે મુલુંડ ચેકનાકા પર આંદોલન કરવામાં આવ્યું હતું અને ૧૫ દિવસમાં એ ટોલ ટૅક્સના વધારાનો નિર્ણય પાછો ખેંચાય એવી માગણી કરવામાં આવી છે. એમએનએસ દ્વારા ટોલનાકા પર ટોલ-વસૂલતી એમઈપી કંપનીના પદાધિકારીને એ બદલ નવેદન પણ આપવામાં આવ્યું હતું. જો ટોલ ટૅક્સનો વધારો પાછો નહીં ખેંચાય તો એમએનએસ પોતાની સ્ટાઇલમાં તીવ્ર આંદોલન કરશે એવી ચીમકી આપવામાં આવી છે. જોકે મુલુંડ-ઈસ્ટના નવઘર પોલીસે એમએનએસના આંદોલનકારોને તાબામાં લઈ તેમની સામે કાર્યવાહી કરી હતી.