Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > EVMના વિરોધમાં શરદ પવાર જૂથના વિધાનસભ્ય રાજીનામું આપશે

EVMના વિરોધમાં શરદ પવાર જૂથના વિધાનસભ્ય રાજીનામું આપશે

Published : 19 January, 2025 01:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માળશિરસના વિધાનસભ્ય ઉત્તમ જાનકરે ૨૩ જાન્યુઆરીએ રાજીનામું આપ્યા બાદ તરત જ બૅલટ પેપરથી પેટાચૂંટણી યોજવાની માગણી કરી

ઉત્તમ જાનકર

ઉત્તમ જાનકર


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીનો કારમો પરાજય ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન (EVM)માં ગરબડ કરવાથી થયો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે મહારાષ્ટ્રના મારકરવાડી અને ધાનોરે ગામના રહેવાસીઓએ EVMનો જોરદાર વિરોધ કરીને બૅલટ પેપરથી જ ચૂંટણી લડવાની માગણી કરી હતી. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના માળશિરસના વિધાનસભ્ય ઉત્તમ જાનકરે કેન્દ્રીય ચૂંટણીપંચને એક પત્ર લખીને કહ્યું છે કે તે ૨૩ જાન્યુઆરીએ વિધાનસભ્ય તરીકે રાજીનામું આપશે. એ પછી બૅલટ પેપર અથવા તો વોટર વેરિફિયેબલ પેપર ઑડિટ ટ્રેઇલ (VVPAT) મતદાતા સ્પષ્ટ રીતે કરી શકે એવી પદ્ધતિથી માળશિરસ બેઠકની પેટાચૂંટણી કરવામાં આવે એવી માગણી કરી છે. ચૂંટણીપંચ પેટાચૂંટણી જાહેર નહીં કરે તો દિલ્હીના જંતર મંતરમાં આંદોલન પર બેસવાની ચીમકી વિધાનસભ્યે આપી હોવાનું જાણવા મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

19 January, 2025 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK