Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગળા પર કીડો છે એમ કહીને લાકડી ફેરવી અને સોનાનું મંગળસૂત્ર ગાયબ

ગળા પર કીડો છે એમ કહીને લાકડી ફેરવી અને સોનાનું મંગળસૂત્ર ગાયબ

Published : 22 July, 2024 03:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મીરા રોડમાં દેરાસરમાં પૂજા કરવા આવેલાં ૭૪ વર્ષનાં સિનિયર સિટિઝન મ​હિલા લૂંટાયાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મીરા રોડમાં ૭૪ વર્ષનાં સિનિયર સિટિઝન મ​હિલા દેરાસરમાં પૂજા કરીને બહાર આવ્યાં ત્યારે મંદિરની પાસે ઊભેલી એક વ્યક્તિ ચતુરાઈથી તેમનું મંગળસૂત્ર લઈને નાસી ગઈ હતી. આ બનાવ વિશે નયાનગર પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.


મીરા રોડના શાંતિનગરમાં આવેલા સેક્ટર-નંબર એકમાં હર્ષ વિહારમાં રહેતાં ૭૪ વર્ષનાં સુમન શાહ દરરોજ સવારે પૂજા કરવા દેરાસરમાં જતાં હોય છે. બુધવારે પણ તેઓ પોતાના સમય પ્રમાણે સવારે નવ વાગ્યે પૂજા કરવા ગયાં હતાં. મંદિરમાં ગુરુવાણી સાંભળીને તેઓ શાંતિનગરના સેક્ટર-નંબર ત્રણના પાછળના ભાગમાં પહોંચ્યાં હતાં. એ વખતે તેમની પાસે એક માણસ આ‍વ્યો અને તમારા ગળા પર કીડો છે એમ કહેવા લાગ્યો હતો. કીડો દેખાય એમ નહોતો એનો લાભ લઈને તે માણસે રસ્તા પર પડેલી નાની લાકડી લઈને તેમના ગળા પર ફેરવી હતી. એમ કરીને તે ચતુરાઈથી ગળામાંથી બે તોલાનું મંગળસૂત્ર લઈને નાસી ગયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2024 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK