બૉલીવુડમાં પહેલાં સ્ટન્ટ કરતા ૪૨ વર્ષના ઇબ્રાહિમને મીરા રોડમાં સ્કૂટર પર સ્ટન્ટ કરવાનું ભારે પડી ગયું હતું. તેણે મીરા રોડમાં રાતના સમયે ઊંધા સવાર થઈને સ્કૂટર ચલાવ્યું હતું.
બૉલીવુડમાં પહેલાં સ્ટન્ટ કરતા ૪૨ વર્ષના ઇબ્રાહિમને મીરા રોડમાં સ્કૂટર પર સ્ટન્ટ કરવાનું ભારે પડી ગયું.
બૉલીવુડમાં પહેલાં સ્ટન્ટ કરતા ૪૨ વર્ષના ઇબ્રાહિમને મીરા રોડમાં સ્કૂટર પર સ્ટન્ટ કરવાનું ભારે પડી ગયું હતું. તેણે મીરા રોડમાં રાતના સમયે ઊંધા સવાર થઈને સ્કૂટર ચલાવ્યું હતું. તેના એ સ્ટન્ટનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં લોકોનાં અનેક રીઍક્શન આવ્યાં હતાં. ઘણા લોકોએ કહ્યું હતું કે આમ કરીને તે પોતાની સાથે અન્ય લોકોના જીવ સામે પણ જોખમ ઊભું કરી રહ્યો છે. મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસે આ ઘટનાની નોંધ લઈ જાતે જ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરી હતી. તેમણે ઇબ્રાહિમને શોધી કાઢ્યો હતો અને તેને ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.