Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા રોડ: ન્યુ યર પાર્ટી દરમિયાન 4 લોકોના હુમલામાં 23 વર્ષના યુવાનનું મોત, 1 જખમી

મીરા રોડ: ન્યુ યર પાર્ટી દરમિયાન 4 લોકોના હુમલામાં 23 વર્ષના યુવાનનું મોત, 1 જખમી

Published : 02 January, 2025 07:55 PM | Modified : 02 January, 2025 08:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mira Road Crime News: આ હુમલામાં પરિયાર અને રાય બન્નેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને તબીબી સારવાર માટે મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ (કેઈએમ)હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ હુમલામાં માથામાં ઈજા થતાં રાજા પરિયારનું ગુરુવારે મૃત્યુ થયું હતું.

મૃતક રાજા પરિયાર (તસવીર: હનીફ પટેલ)

મૃતક રાજા પરિયાર (તસવીર: હનીફ પટેલ)


ગુરુવારે મુંબઈ નજીકના મીરા રોડમાં (Mira Road Crime News) નવા વર્ષની પાર્ટીમાં ચાર લોકો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યા બાદ એક 23 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બુધવારે વહેલી સવારે જ્યારે કેટલાક રહેવાસીઓ મ્હાડા કૉમ્પ્લેક્સમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. સવારે 3 વાગ્યાની આસપાસ, આસપાસના વિસ્તારમાં દલીલ થઈ, જે પાછળથી હિંસામાં ફેરવાઇ હતી.


પોલીસના જણાવ્યા મુજબ, આશિષ જાધવ, 25, તેનો ભાઈ અમિત 23, અને તેમના પિતા પ્રકાશ 55, અન્ય વ્યક્તિ, જેની ઓળખ પ્રમોદ યાદવ (Mira Road Crime News) તરીકે થાય છે, સાથે મળીને કથિત રીતે પીડિત રાજા પરિયાર પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. પરિયારના સાથીદાર વિપુલ રાય પર પણ આરોપીઓએ લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પરિયાર અને રાય બન્નેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને તબીબી સારવાર માટે મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ (કેઈએમ)હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ હુમલામાં માથામાં ઈજા થતાં રાજા પરિયારનું ગુરુવારે મૃત્યુ થયું હતું, જ્યારે રાયની હાલત ગંભીર છે. કાશીમીરા પોલીસે આ કેસમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


લખનૌમાં (Mira Road Crime News) પણ ચોંકાવનારી ઘટના બની હતી. અહીં 24 વર્ષીય વ્યક્તિએ મંગળવારે કૌટુંબિક વિવાદને લઈને લખનૌની એક હોટલમાં તેની માતા અને ચાર બહેનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. દારૂના નશામાં તેણે આવું કર્યું હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર આ શખ્સે નશામાં ખોરાક અને દારૂ પીરસ્યા બાદ ફેમિલી મેમ્બર્સની હત્યા કરી હતી. આ મામલે આરોપી અરશદની ધરપકડ કરી હતી. ઘરના પાંચે પાંચ સભ્યોનાં કાંડા પર ઘા જોવા મળ્યો હતો. અને તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા, તેઓના કપડાં લોહીથી લથપથ હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે અરશદે કથિત રીતે તેમના ભોજનમાં નશીલા પદાર્થ ભેળવીને તેમની હત્યા કરી નાખી હતી.


આ મામલે પોલીસે વધુમાં જણાવ્યું કે પરિવારના કેટલાક સભ્યોને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યા, તો કેટલાક સભ્યોની હત્યા બ્લેડ વડે કરવામાં આવી. આ કેસ મામલે પોલીસ કમિશનરે કહ્યું હતું, "નજીકની હોટેલ સ્ટાફ સાથે પણ તપાસ શરૂ છે, અને કોઈપણ તારણો પ્રકાશમાં આવતાની સાથે જ મીડિયા (Mira Road Crime News) સાથે શૅર કરવામાં આવશે. મૃતદેહ મળી આવતાં જ એવું ધ્યાનમાં આવ્યું. આ મૃતદેહો પર કેટલાક ઘાનાં નિશાન જોવા મળ્યા હતા. કોઈ મૃતદેહનાં કાંડા પર, કોઈના ગરદન પર આ પ્રમાણેનાં ઘાનાં નિશાન જોવા મળ્યા. જોકે, સાક્ષીઓના નિવેદનો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે અમે આ મામલે વિગતવાર તપાસ કરી રહ્યા છીએ.”

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2025 08:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK