મકરસંક્રાન્તિ નજીક છે ત્યારે પતંગનો સ્ટૉલ લગાવવા બાબતે મીરા રોડમાં આવેલા શાંતિનગરના સેક્ટર-૭માં ભારતીય જનતા પાર્ટી (BJP)ની બે ભૂતપૂર્વ નગરસેવિકાઓ આપસમાં ભીડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
મકરસંક્રાન્તિ નજીક છે ત્યારે પતંગનો સ્ટૉલ લગાવવા બાબતે મીરા રોડમાં આવેલા શાંતિનગરના સેક્ટર-૭માં ભારતીય જનતા પાર્ટી (BJP)ની બે ભૂતપૂર્વ નગરસેવિકાઓ આપસમાં ભીડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. મીરા રોડના નયાનગર પોલીસના જણાવ્યા મુજબ શાંતિનગરના સેક્ટર-૭માં સ્વામીનારાયણ મંદિરની બહાર પતંગ વેચવા માટેનો સ્ટૉલ લગાવવા બાબતે સોમવારે રાત્રે ૮ વાગ્યે BJPની ભૂતપૂર્વ સ્થાનિક નગરસેવિકા દીપ્તિ ભટ્ટ અને હેતલ પરમાર વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના બાદ હેતલ પરમારે દીપ્તિ ભટ્ટ અને તેના પતિ શેખર ભટ્ટ સામે વિનયભંગની ફરિયાદ નોંધાવી છે. આથી તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૯ અને ૩(૫) અંતર્ગત ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. હેતલ પરમાર બાદ દીપ્તિ ભટ્ટ અને તેના પતિ શેખરે પણ નયાનગર પોલીસ સ્ટેશનમાં હેતલ પરમારે અપશબ્દો કહેવાની સાથે ઝઘડો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.