Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદરમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને મારામારીના ૧૦૦ ટકા જેટલા મામલા ઉકેલાઈ ગયા

મીરા-ભાઈંદરમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને મારામારીના ૧૦૦ ટકા જેટલા મામલા ઉકેલાઈ ગયા

Published : 24 December, 2024 11:20 AM | Modified : 24 December, 2024 11:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષના ૧૧ મહિનામાં નોંધવામાં આવેલા કુલ કેસમાંથી ૯૫ ટકા કેસનો નિવેડો લાવવામાં આવ્યો

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર પોલીસ કમિશનરેટમાં સામેલ મીરા-ભાઈંદરના ઝોન-૧માં આ વર્ષના જાન્યુઆરીથી નવેમ્બર સુધીના ૧૧ મહિનામાં હત્યા, હત્યાનો પ્રયાસ અને મારામારીના નોંધવામાં આવેલા તમામ કેસ ઉકેલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સમયગાળામાં હત્યાના ૩, હત્યાના પ્રયાસના ૧૫ અને મારામારીના ૭૩ કેસ વિવિધ પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવ્યા હતા.


અગાઉ આ વિસ્તાર થાણે ગ્રામીણ અને પાલઘર પોલીસ વચ્ચે વહેંચાયેલા હતા, પણ મીરા-ભાઈંદર વસઈ-વિરાર માટે ૨૦૨૦ની ૧ ઑક્ટોબરે સ્વતંત્ર પોલીસ કમિશનરેટની શરૂઆત કરવામાં આવી હતી. ચાર વર્ષમાં પોલીસ-સ્ટેશનની સંખ્યા ૧૩થી વધીને ૧૯ થઈ છે જેને લીધે આ વિસ્તારમાં ગુનેગારીમાં થોડું નિયંત્રણ આવ્યું છે એટલું જ નહીં, ગુના નોંધવામાં આવ્યા છે એ ઉકેલવામાં પણ સફળતા મળી રહી છે.



મીરા-ભાઈંદરના ઝોન-૧માં આ વર્ષે હત્યા, હત્યાનો પ્રયાસ અને મારામારી ઉપરાંત ચોરીના ૨૦ કેસમાંથી ૧૭, ચેઇન આંચકવાના પાંચમાંથી પાંચ, હુમલો કરવાના ૨૬૨માંથ‌ી ૨૬૦, બળાત્કારના ૧૩૨માંથ‌ી ૧૩૧, વિનયભંગના ૧૬૩માંથ‌ી ૧૫૮, ભગાવી જવાના ૧૪૪માંથી ૧૩૭ અને જીવલેણ અકસ્માતના ૫૧માંથ‌ી ૪૬ કેસ પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2024 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK