Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રીઢા આરોપીને પકડવા પોલીસ પણ છાપરે ચડી

રીઢા આરોપીને પકડવા પોલીસ પણ છાપરે ચડી

02 December, 2023 09:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દહિસર-ઈસ્ટના ગણપત પાટીલ નગરમાં એક રીઢા વૉન્ટેડ આરોપીને પકડવા એમએચબી પોલીસ તેની પાછળ પડી હતી.

આરોપી શાદાબ મેકરાણીને ઝડપી લેવા પોલીસ તેની પાછળ છાપરા પર ચડી હતી.

આરોપી શાદાબ મેકરાણીને ઝડપી લેવા પોલીસ તેની પાછળ છાપરા પર ચડી હતી.



મુંબઈ : દહિસર-ઈસ્ટના ગણપત પાટીલ નગરમાં એક રીઢા વૉન્ટેડ આરોપીને પકડવા એમએચબી પોલીસ તેની પાછળ પડી હતી. પોલીસથી બચવા તે ઝૂંપડપટ્ટીનાં મકાનોનાં છાપરાંની ઉપર ચડી ગયો હતો અને છાપરાં પરથી ભાગવા માંડ્યો ત્યારે પોલીસ પણ ફિલ્મી સ્ટાઇલમાં તેની પાછળ છાપરાં પર ચડી હતી અને તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો. 
આ બાબતે વધુ માહિતી આપતાં એમએચબી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુધીર કુડાળકરે કહ્યું હતું કે ‘એક રીઢો આરોપી છે શાદાબ મેકરાણી. તેની સામે અમારા પોલીસ-સ્ટેશનમાં કલમ ૩૨૪ અને ૩૨૬ હેઠળ (કોઈને ધારદાર હથિયારથી ઈજા પહોંચાડવી) ગુનો નોંધાયો હતો અને અમે છેલ્લા પંદર દિવસથી તેને શોધી રહ્યા હતા. અમારી ટીમને જાણ થઈ કે તે દહિસર-વેસ્ટના ગણપત પાટીલનગરની ગલી નંબર ૧૪ના એક ઘરમાં છુપાયો છે. એટલે અમારી ટીમ તેને પકડવા પહોંચી ગઈ હતી. પોલીસને આવેલી જોઈને તે એ ઘરના છાપરામાં બાકોરું કરી છાપરા પર ચડીને નાસવા માંડ્યો હતો. જોકે અમારી ટીમે પણ તેને મચક આપી નહોતી અને તેની પાછળ છાપરા પર ચડીને તેને ઝડપી લીધો હતો. શાદાબ મેકરાણી પર દહિસર પોલીસ-સ્ટેશનમાં એક હત્યાના પ્રયાસનો પણ ગુનો નોંધાયેલો છે. આમ અમારી ટીમે છાપરા પર ચડી તેનો પીછો કરીને ઝડપી લીધો હતો.’  


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2023 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK