બ્લૉકના સમયગાળા દરમ્યાન હાર્બર લાઇનના મુસાફરોને સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી થાણે-વાશી/નેરુલ સ્ટેશનો વચ્ચે પ્રવાસ કરવાની છૂટ છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સેન્ટ્રલ રેલવેના મુંબઈ વિભાગમાં રવિવારે ઉપનગરીય વિભાગો પર વિવિધ એન્જિનિયરિંગ અને મેઇન્ટેનન્સ કાર્યો પૂરાં કરવા માટે મેગા બ્લૉક રાખવામાં આવશે. એની માટુંગા અને મુલુંડ સ્ટેશન વચ્ચે સવારે ૧૧.૦૫ વાગ્યાથી બપોરે ૩.૦૫ વાગ્યા સુધી બન્ને લાઇનની ફાસ્ટ લાઇન પર અસર થશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી સવારે ૧૦.૨૫ વાગ્યાથી ૨.૪૫ વાગ્યા સુધી ઊપડતી ડાઉન ફાસ્ટ લાઇનની સર્વિસ માટુંગા પર ડાઉન સ્લો લાઇન તરફ વાળવામાં આવશે, જે માટુંગા અને મુલુંડ સ્ટેશન વચ્ચે વ્યક્તિગત રીતે નિર્ધારિત સ્ટેશનો પર હૉલ્ટ કરશે અને લાસ્ટ સ્ટેશને ૧૫ મિનિટ મોડી પહોંચશે. થાણેથી આગળની ફાસ્ટ ટ્રેનોને ફરી મુલુંડ ખાતે ડાઉન ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. CSMTથી પનવેલ/બેલાપુર/વાશી જતી ડાઉન હાર્બર લાઇનની સેવાઓ સવારે ૧૦.૩૪ વાગ્યાથી બપોરે ૩.૩૬ વાગ્યા સુધી અને પનવેલ/બેલાપુર/વાશીથી CSMT માટે સવારે ૧૦.૧૬ વાગ્યાથી બપોરે ૩.૪૭ વાગ્યા સુધી ઊપડતી અપ હાર્બર લાઇનની મુખ્ય સેવાઓ રદ રહેશે. બ્લૉક દરમ્યાન CSMT મુંબઈ-કુર્લા અને પનવેલ-વાશી સેક્શન પર વિશેષ ઉપનગરીય ટ્રેનો દોડશે. બ્લૉકના સમયગાળા દરમ્યાન હાર્બર લાઇનના મુસાફરોને સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી થાણે-વાશી/નેરુલ સ્ટેશનો વચ્ચે પ્રવાસ કરવાની છૂટ છે.
વેસ્ટર્ન રેલવેમાં રવિવારે કોઈ બ્લૉક નહીંઃ વસઈ અને ભાઈંદર વચ્ચે નાઇટ બ્લૉક
ADVERTISEMENT
વેસ્ટર્ન રેલવેમાં ટ્રૅક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણીનું કામ કરવા માટે બન્ને દિશાની ફાસ્ટ લાઇન પર રાતે ૧૧.૩૦ વાગ્યાથી સવારે ૪.૪૫ વાગ્યા સુધી વસઈ અને ભાઈંદર સ્ટેશન વચ્ચે શનિવાર/રવિવારે રાતે જમ્બો બ્લૉક લેવામાં આવશે. બ્લૉક દરમ્યાન વિરાર અને ભાઈંદર/બોરીવલી વચ્ચે ધીમી લાઇન પર તમામ ફાસ્ટ લાઇનની ટ્રેનો ચલાવવામાં આવશે. એથી રવિવારે ૧૬ જૂને રેલવે ઉપનગરીય વિભાગ પર દિવસના સમયે કોઈ બ્લૉક રહેશે નહીં.

