Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: ફિલ્મોને પાઇરસીથી બચાવે છે SSC ડ્રૉપઆઉટ આ ગુજરાતી

મુંબઈ: ફિલ્મોને પાઇરસીથી બચાવે છે SSC ડ્રૉપઆઉટ આ ગુજરાતી

Published : 23 February, 2019 08:38 AM | IST |
પુજા ધોડપકર

મુંબઈ: ફિલ્મોને પાઇરસીથી બચાવે છે SSC ડ્રૉપઆઉટ આ ગુજરાતી

એથિકલ હૅકર: મનન શાહ.

એથિકલ હૅકર: મનન શાહ.


ફિલ્મની પાઇરસીને કારણે ઉદ્યોગને કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે ત્યારે મુંબઈનો SSC ડ્રૉપઆઉટ ગુજરાતી છોકરો ઉદ્યોગ માટે મોટી આશા બની શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા મેળવનારા એથિકલ હૅકર મનન શાહે અત્યાર સુધીમાં પંદર ફિલ્મોને પાઇરસીથી બચાવી છે.


તાજેતરમાં સરકારે બજેટમાં ફિલ્મોની પાઇરસી (ડુપ્લિકેટ પ્રીન્ટ)ને અટકાવવા એન્ટિટી કેમકોર્ડ રેગ્યુલેશનને સિનેમૅટોગ્રાફી ઍક્ટમાં સમાવી લીધો છે. બૉલીવુડની ફિલ્મોમાં ઍન્ટિ-પાઇરસી માટે કામ કરતા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય એકમાત્ર સાઇબર સિક્યૉરિટી એક્સપર્ટ તરીકે ઓળખ ઊભી કરનાર મુંબઈનો ૨૫ વર્ષીય મનન શાહ SSC ડ્રૉપઆઇટ છે. મનન દ્વારા બૉલીવુડની ફિલ્મો રિલીઝ થવા પહેલાં ફિલ્મોના ડિજિટલ રાઇટ્સ મેળવી લેવામાં આવે છે. ત્યાર બાદ ફિલ્મ રિલીઝના ૨૪ કલાક સુધી મનનની ટીમ દ્વારા ઑનલાઇન મોનિટરિંગ કરવામાં આવે છે.



મોબાઇલ દ્વારા ફિલ્મનું રેકૉર્ડિંગ કરી એની ડુપ્લિકેટ કૉપી બનાવવામાં આવે છે એમ જણાવતાં મનન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેના કારણે ફિલ્મના ડાયરેક્ટરોને મોટો આર્થિક ફટકો પડે છે. પાઇરસીને સિનેમૅટોગ્રાફી ઍક્ટમાં સમાવ્યા બાદ મેં અત્યાર સુધીમાં બૉલીવુડ અને ગુજરાતની ૧૫ ફિલ્મોને પાઇરસીથી બચાવી છે. એક ફિલ્મ પાછળ ૨૦ હજાર જેટલી ડુપ્લિકેટ કૉપીઓ અલગ-અલગ વેબસાઇટ પર મૂકવામાં આïવે છે. બને એટલી વેબસાઇટ પરથી જે-તે લિન્કને ૨૪ કલાકમાં ડિઍક્ટિવેટ કરી દઈએ છીએ. ફિલ્મ રિલિઝ થયાના ૩૦ દિવસ બાદ અથવા એનાથી વધુ સમયમાં જો કોઇ વેબસાઇટ પર લિન્ક અપલોડ થાય તો એ લિન્ક ડિએક્ટિવેટ કરવા વધુ સમય લાગતો હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો લિન્ક ઍક્ટિવ થયાની ૩૦ મિનિટમાં જ ડિઍક્ટિવેટ કરી દેવાઈ છે.’


અમારી પાસે એવા ડેટાબેઝ છે જે કિવર્ડને સતત ટ્રૅક કરે છે એમ જણાવતાં મનને કહ્યું હતું કે ‘જ્યારે કોઈ પણ ઑથોરાઇઝ્ડ યુઝર અથવા વેબસાઇટ દ્વારા તે કિવર્ડ નાખવામાં આïવે છે ત્યારે અમારી ટીમને તેની તમામ ડિટેઇલ્સ મળી જાય છે. આ સમગ્ર પ્રક્રિયા માટે અમે સિક્યૉરિટી કમાન્ડ સેન્ટર ઊભું કર્યું છે. આ સિસ્ટમના કારણે જે વ્યક્તિ ફિલ્મની પાઇરસી કરવાનો પ્રયત્ન કરે છે એ વ્યક્તિનું નામ અને વેબસાઇટ ફિલ્મમૅકર સુધી પહોંચાડી દેવાય છે. અમારી સાથે કેન્દ્ર સરકારનો ટેલિકમ્યુનિકેશન વિભાગ પણ આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલો હોય છે.’

મનને અત્યાર સુધી યાહુ ઇન્ડિયા, ગૂગલ ઇન્ડિયા, નોકિયા, બ્લૅકબેરી, ઇન્ડિયન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૅક્નોલોજી (IIT), આર્મી, મહારાષ્ટ્ર પોલીસ, ગુજરાત પોલીસ, ક્રિમિનલ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ (CID), સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI), બૅન્ક ઑફ બરોડા, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ICICI), ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), પેપ્સિકો, તાતા, રિલાયન્સ, વોડાફોન અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે સાઇબર સિક્યૉરિટી પૂરી પાડી છે.


ગુજરાતી અને બૉલીવુડની આ ફિલ્મોને બચાવી પાઇરસીથી

ઐયારી, યમલા પગલા દિવાના ફિર સે, નમસ્તે ઇંગ્લૅન્ડ, ધી એક્સિડેન્શિયલ પ્રાઇમ મિનિસ્ટર, બાગી ૨, મર્ક્યૂરી, લવયાત્રી, ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ. આગામી ફિલ્મો ટોટલ ધમાલ, મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર, બદલા.

આ પણ વાંચો : આતંકવાદી હુમલાની આશંકાએ મુંબઈનાં તમામ રેલવે-સ્ટેશનો પર હાઈ અલર્ટ

માઇક્રોસૉફ્ટો મોસ્ટ વૅલ્યુએબલ પ્રોફેશનલ્સથી પુરસ્કૃત મનન સ્કૂલ ડ્રૉપઆઉટ

ગૂગલ અને માઇક્રોસૉફ્ટ દ્વારા ભારતના ટૉપ પાંચ એથિકર હૅકર્સમાં નામ નોંધાવનાર મનન પાસે કોઈ હાઇપ્રોફાઇલ ડિગ્રી નથી. મનન SSC ડ્રૉપઆઉટ છે. ૧૭ વર્ષની વયથી મનન કમ્પ્યુટર્સના વિવિધ પ્રોગ્રામ શીખતો રહ્યો છે જેથી તેણે એથિકલ હૅકિંગ અને સાઇબર સિક્યૉરિટીમાં માસ્ટરી મેળવી લીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2019 08:38 AM IST | | પુજા ધોડપકર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK