દરોડોમાં હુક્કા જૉઇન્ટના માલિક અબ્દુલ રિયાઝ શેખ (૨૮) અને વેટર જમાલ ખાન (૨૩) સામે ભાઈંદરના નવઘર પોલીસ-સ્ટેશનમાં સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનોની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મીરા ભાઈંદર-વસઈ વિરાર (MBVV) પોલીસ સાથે જોડાયેલા ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC)ના કર્મચારીઓએ સંયુક્ત રીતે ભાઈંદર (ઈસ્ટ)માં વિકાસ ઔદ્યોગિક વસાહતના એક એકમમાં આવેલી હબ લાઉન્જ રેસ્ટોરાંમાં રવિવારે રાતે લગભગ આઠ વાગ્યે દરોડો પાડ્યો હતો, જેમાં તેમણે હુક્કાની પાઇપો તેમ જ પૉટ્સ જપ્ત કર્યાં હતાં. આ ઉપરાંત સ્થળ પરથી ધૂમ્રપાન માટેની તમાકુની સામગ્રી મળી આવી હતી. આ દરોડોમાં હુક્કા જૉઇન્ટના માલિક અબ્દુલ રિયાઝ શેખ (૨૮) અને વેટર જમાલ ખાન (૨૩) સામે ભાઈંદરના નવઘર પોલીસ-સ્ટેશનમાં સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનોની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ દરોડા દરમ્યાન ૧૪ યુવાનોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.