૧૧૭ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી માથેરાનની ટૉય ટ્રેનનો ભારતની હેરિટેજ માઉન્ટન રેલવેમાં સમાવેશ થાય છે.
ટૉય ટ્રેનની તસવીર
મુંબઈની સૌથી નજીક આવેલા હિલ-સ્ટેશન માથેરાનમાં સેન્ટ્રલ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટૉય ટ્રેનમાં આ વર્ષે પાંચ લાખથી વધુ લોકોએ પ્રવાસ કરીને ૩.૫૪ કરોડ રૂપિયાની કમાણી કરાવી હોવાનું જાણવા મળ્યું હતું. ગયા વર્ષે આ ટૉય ટ્રેનમાં ત્રણ લાખ લોકોએ પ્રવાસ કરીને રેલવેને ૨.૨૦ કરોડ રૂપિયાની આવક કરાવી હતી. નેરળથી માથેરાન અને અમન લૉજથી માથેરાન વચ્ચે દરરોજ ટૉય ટ્રેનની સર્વિસ ચલાવવામાં આવે છે. ૧૧૭ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી માથેરાનની ટૉય ટ્રેનનો ભારતની હેરિટેજ માઉન્ટન રેલવેમાં સમાવેશ થાય છે. માથેરાનના ચાહકોને વધારાની સુવિધા આપવા માટે છેલ્લા કેટલાક સમયથી ટૉય ટ્રેનમાં ઍર-કન્ડિશન્ડ કોચ જોડવામાં આવ્યા છે.

