Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદરમાં એક દિવસમાં સુધરાઈના ૨૯૭ અધિકારીઓ અને કર્મચારીઓની સામૂહિક બદલી

મીરા-ભાઈંદરમાં એક દિવસમાં સુધરાઈના ૨૯૭ અધિકારીઓ અને કર્મચારીઓની સામૂહિક બદલી

14 September, 2024 10:17 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ બદલીની જગ્યાએ હાજર નહીં થાય તો તેની સામે સખત હાથે કામ લેવામાં આવશે

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા


મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં આવેલા ૬ વૉર્ડમાં નિયુક્ત કરવામાં આવેલા ૨૯૭ અધિકારીઓ અને કર્મચારીઓની ગઈ કાલે સામૂહિક બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ એક જ જગ્યાએ લાંબા સમયથી કામ કરી રહ્યા હોવાને લીધે કામ પર અસર થઈ રહી હોવાની ફરિયાદ મળતાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર કમ ઍડ્મિનિસ્ટ્રેટર સંજય કાટકરે બદલી કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ચાર્જ લેવાની ચેતવણી આપી છે. કોઈ બદલીની જગ્યાએ હાજર નહીં થાય તો તેની સામે સખત હાથે કામ લેવામાં આવશે. બદલી કરવામાં આવેલા અધિકારીઓમાં પાંચ અસિસ્ટન્ટ કમિશનર અને ઑફિસ સુપરિન્ટેન્ડેન્ટ્સનો તો કર્મચારીઓમાં ક્લર્ક, પ્યુન, સફાઈ કર્મચારી, ગાર્ડ્સ, બાલવાડી ટીચર્સનો સમાવેશ થાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2024 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK