કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના ભૂતપૂર્વ વડા ડૉ. સંજય ઓકે કહ્યું છે કે માસ્ક પહેરવો કમ્પલ્સરી કરવું જોઈએ
ફાઇલ તસવીર
ફરી એક વાર કોરોનાના કેસમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે ત્યારે કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના ભૂતપૂર્વ વડા ડૉ. સંજય ઓકે કહ્યું છે કે માસ્ક પહેરવો કમ્પલ્સરી કરવું જોઈએ. એને લઈ વિધાન પરિષદના નાયબ અધ્યક્ષ નીલમ ગોરેએ કહ્યું હતું કે રાજ્યના આરોગ્યપ્રધાને આ બાબતે સ્ટેટમેન્ટ બહાર પાડી લોકોને માસ્ક પહેરવા કહેવું જોઈએ.
નીલમ ગોરેએ કહ્યું હતું કે રાજ્યના આરોગ્યપ્રધાને હાલ કોરોનાની શું પરિસ્થિતિ છે અને એ વધુ ન ફેલાય એ માટે સાવચેતીનાં શું પગલાં લેવાઈ રહ્યાં છે અને એ સાથે માસ્ક પહેરવા બાબતે વિધાન પરિષદમાં સ્ટેટમેન્ટ આપવું જોઈએ. ડૉક્ટર ઓકે આ બદલ ઑલરેડી સ્ટેટમેન્ટ આપ્યું છે કે લોકોએ માસ્ક પહેરવો જોઈએ. મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના ૧૨૮ નવા કેસ નોંધાયા હતા. હાલ રાજ્યમાં કોરોનાના ૧૩૮૪ ઍક્ટિવ કેસ છે.