આ ઉપરાંત મંગલ પ્રભાત લોઢાએ આ શૌચાલયોને દિવસમાં 5 વખત સાફ કરવામાં આવે તેવો પણ નિર્દેશ આપ્યો છે.
મંગલ પ્રભાત લોઢા
મુંબઈ શહેરમાં તાત્કાલિક ધોરણે 14,000 શૌચાલયના નિર્માણનો નિર્દેશ પાલક મંત્રી મંગલપ્રભાત લોઢા દ્વારા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મંગલ પ્રભાત લોઢાએ આ શૌચાલયોને દિવસમાં 5 વખત સાફ કરવામાં આવે તેવો પણ નિર્દેશ આપ્યો છે.
લોઢાએ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, “સારી ગુણવત્તાના શૌચાલય બનાવવાની જરૂર છે. જે આ કાર્ય માટે તૈયાર છે તેઓને અમે આવકારીએ છીએ.” આ સાથે તેઓએ સૂચન આપતાં કહ્યું હતું કે, “જનતાના હિત માટે બીએમસી (Brihanmumbai Municipal Corporation) વહીવટીતંત્રે તેની અગાઉની `લોટ 12` ટેન્ડર પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ અને CSR પહેલ હેઠળ બાંધકામની પ્રક્રિયા અલગથી ચલાવવી જોઈએ.”
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની પહેલ શરૂ કરી છે. આ પહેલ અંતર્ગત દેશના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોને વધુમાં વધુ ઘરોમાં શૌચાલય બનાવવા પર ભાર મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકાના તમામ ઉદ્યાનોમાં સુરક્ષા ગાર્ડ અને મનોરંજનની સાથેના વિવિધ જરૂરી સુધારાઓ કરવાની પણ વાત મૂકી છે. હાલ મુંબઇમાં લોકોને મોટા પાયે સાર્વજનિક પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈ ઉપનગરના પાલક પ્રધાન મંગલપ્રભાત લોઢા, BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલ, કમિશનર પી. વેલારાસુ અને પશ્ચિમ ઉપનગરના કમિશનર સુધાકર શિંદેએ એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકની અંદર મુંબઈ શહેરમાં નાગરિકોને પડી રહેલી વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં વિવિધ મુદ્દાઓ અંગે વાત કરવામાં આવી હતી મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં રોડ, ગટર, વેસ્ટ મેનેજમેન્ટ, ફૂટપાથ લક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી. મંગલ પ્રભાત લોઢાએ આ તમામ સમસ્યાઓની સમીક્ષા કરી હતી.
મુંબઈ શહેરના સર્વાંગી વિકાસ લક્ષી મુદ્દાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ શાળાઓના નવીનીકરણ અંગે પણ વાત થઈ હતી. આ શાળાઓનો લોકો મહત્તમ ઉપયોગ કરે એ રીતે આ શાળાઓનો વિકાસ થાય તે તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સાથે જ મ્યુનિસિપલ કર્મચારીઓના નિવૃત્તિ પછી 60 દિવસના પેન્શનનો મુદ્દો પણ ચર્ચાયો હતો. તમામ પાલિકા ઉદ્યાનોની મહત્તમ સુધારણા થાય અને જાહેર મનોરંજન સ્થળોની સમસ્યાઓ ઉકેલી તેમાં સુધારા કરવામાં આવે તેવો નિર્દેશ પણ આ બેઠકમાં આપવામાં આવ્યો હતો.
માત્ર મ્યુનિસિપલ ગાર્ડન જ નહીં પણ હોસ્પિટલની સુધારણા કરવામાં આવે જેથી મહત્તમ લોકો તેનો લાભ લઈ શકે તેવો નિર્દેશ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આપણા દવાખાના, જાહેર પાર્કિંગ (Parking) અને અન્ય પાર્કિંગના પ્રશ્નોને લઈને સતત ફરિયાદો આવતી હોય છે તેમાં ઉકેલ લાવવા નવીકરણની સાથેના પગલાંઓ વિશે ચર્ચા ક્રવમાં આવી હતી. વિદ્યાર્થીઓનો નગરપાલિકાની શાળાઓમાં ઉત્તમ કૌશલ્ય વિકાસ કઈ રીતે થઈ શકે તે અંગે પણ વાત થઈ હતી.