Man held for forcefully enter Salman Khan’s Shooting: એક અજાણ્યો વ્યક્તિ સલમાન ખાનની શૂટિંગ સાઇટમાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યો હતો. જ્યારે તે શંકાસ્પદ જણાયો, જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું – “શું મારે બિશ્નોઈને કહેવું જોઈએ?”
સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ (ફાઇલ તસવીર)
બૉલિવૂડ એક્ટર સલમાન ખાનના જીવને જોખમ (Man held for forcefully enter Salman Khan’s Shooting) ઊભું થયું હતું એવો એક નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. અભિનેતાની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. થોડા મહિના પહેલા જ એનસીપી નેતા અને સલમાનના ખાસ મિત્ર બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. હવે બાબા સિદ્દીકી મર્ડર કેસની તપાસમાં ખુલાસો થયો હતો કે આ આરોપીઓનો પહેલા સલમાન ખાનને મારી નાખવાનો પ્લાન હતો.
આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે સલમાન ખાનનું (Man held for forcefully enter Salman Khan’s Shooting) નામ ગૅન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈની હિટલિસ્ટમાં હતું. આરોપીઓએ આ વાતનો ખુલાસો પણ કર્યો કે, સલમાનની કડક સુરક્ષાને કારણે શૂટર સલમાન સુધી પહોંચી શક્યો નહોતો. સલમાનને સતત મળી રહેલી ધમકીઓને કારણે તેને ઉચ્ચ સુરક્ષા આપવામાં આવી છે. અભિનેતા હંમેશા ભારે સિક્યોરીટી સાથે જ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
જોકે ગઈકાલે જ સમાચાર આવ્યા હતા કે એક અજાણ્યો વ્યક્તિ સલમાન ખાનની શૂટિંગ સાઇટમાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યો હતો. જ્યારે તે શંકાસ્પદ જણાયો, જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું – “શું મારે બિશ્નોઈને કહેવું જોઈએ?” આ પછી તેને પૂછપરછ માટે તરત જ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. દાદર વેસ્ટમાં (Man held for forcefully enter Salman Khan’s Shooting) સલમાનનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ત્યાં હાજર લોકોના જણાવ્યા મુજબ, આ વ્યક્તિ સલમાનનો એક ફૅન હતો જેણે શૂટિંગ જોવી હતી, જ્યારે સુરક્ષાએ તેને અટકાવ્યો તેમની વચ્ચે વિવાદ થયો અને તેણે ગુસ્સામાં લોરેન્સ બિશ્નોઈનું નામ લીધું હતું.
તમને જણાવી દઈએ કે, બાબા સિદ્દીકીની (Man held for forcefully enter Salman Khan’s Shooting) 12 ઑક્ટોબરે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સલમાન ખાન સાથેની મિત્રતાનું કારણ જણાવવામાં આવ્યું હતું. હત્યાના કેસમાં પોલીસે ગુનાના સ્થળેથી જ બે શૂટર્સ ધરમરાજ કશ્યપ અને ગુરમસિંહની ધરપકડ કરી હતી, પરંતુ મુખ્ય શૂટર શિવ કુમાર ગૌતમ ભાગવામાં સફળ રહ્યો હતો અને પછી તેની બહરીન જિલ્લાના નાનપારામાંથી પકડવામાં આવ્યો.
તે જાણીતું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને આ ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આ જોઈને સલમાનની આસપાસથી સુરક્ષા એક ક્ષણ માટે પણ ગાયબ થતી નથી. સલમાનનું શૂટિંગ પણ તે પ્રમાણે જ નક્કી કરવામાં આવ્યું છે. આ ધમકીઓમાં મુખ્યત્વે લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગનું (Man held for forcefully enter Salman Khan’s Shooting) નામ લેવામાં આવ્યું છે. આ બધી ઘટના એક કાળિયાર શિકાર કેસથી શરૂ થયો હતો. ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાન તેની કાસ્ટ અને ટીમ સાથે શિકાર કરવા ગયો હતો. જકે કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો છે, તેમ છતાં તેને બિશ્નોઈ સમુદાય તરફથી માફી મળી નથી.