થાણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક વ્યક્તિએ પોતાના જન્મદિવસ પર સ્મશાન ગૃહમાં પાર્ટી આપી હતી
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર(Maharashtra)ના થાણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક વ્યક્તિએ પોતાના જન્મદિવસ પર સ્મશાન ગૃહમાં પાર્ટી આપી હતી. પાર્ટીમાં પહોંચેલા લોકોને બિરયાની અને કેક પીરસવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણી માટે 100 થી વધુ લોકો સ્મશાનગૃહમાં પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ આ મામલો થાણેના કલ્યાણ શહેરનો છે. અહીં રહેતા 54 વર્ષીય ગૌતમ રતન મોરેએ પોતાના જન્મદિવસ પર આવી જ વિચિત્ર ઈવેન્ટનું આયોજન કર્યું હતું. અમર ઉજાલા ડૉટ કૉમ અનુસાર મોરે જણાવ્યું કે 40 થી વધુ મહિલાઓ અને બાળકો સહિત લગભગ 100 લોકોએ તેમના જન્મદિવસ પર હાજરી આપી હતી.
ADVERTISEMENT
અંધશ્રદ્ધા વિરુદ્ધ આવા કાર્યક્રમનું આયોજન કર્યું
મોરેએ જણાવ્યું કે તેમને આવી ઘટનાની પ્રેરણા સામાજિક કાર્યકર્તા સિંધુતાઈ સપકલ અને નરેન્દ્ર દાભોલકર પાસેથી મળી હતી. બંનેએ કાળા જાદુ અને અંધશ્રદ્ધા વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે. મોરેએ કહ્યું કે, તે લોકોને એક સંદેશ પણ આપવા માંગતો હતો કે સ્મશાન અને આવી જગ્યાઓમાં ભૂત નથી હોતા. તેમણે 19મી નવેમ્બરે મોહને શમશામ ઘાટ ખાતે આ પાર્ટીનું આયોજન કર્યું હતું.