૧૦ મહિનામાં ૬૪૯૧ કેસ, પાંચનાં મોત, રાજ્યમાં મલેરિયાથી કુલ ૨૦ દરદીનાં મોત
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં મલેરિયાને કાબૂમાં લેવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવવા છતાં હજી સુધી એમાં સુધરાઈને સફળતા મળી નથી. જાન્યુઆરીથી ઑક્ટોબર વચ્ચે ૬૪૯૧ લોકોને મલેરિયા થયો હતો. રોજ સરેરાશ ૨૨ લોકોને મલેરિયા થયો છે. ગડચિરોલીમાં ૬૦૬૧ લોકોને મલેરિયા થયો છે.
૨૦૨૩માં મુંબઈમાં ૭૩૧૧ લોકોને મલેરિયા થયો હતો. ૨૦૨૨માં આ સંખ્યા ૩૯૮૫ જેટલી રહી હતી. મુંબઈમાં ૬૪૯૧, પનવેલમાં ૭૯૧, થાણેમાં ૬૪૭, રાયગઢ જિલ્લામાં ૪૧૧, મીરા ભાઈંદરમાં ૨૯૦, વસઈ-વિરારમાં ૮૫, ભિવંડીમાં ૭૨ લોકોને મલેરિયા થયો હતો. મલેરિયાથી રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૨૦ લોકોનાં મૃત્યુ થયાં છે. એમાં ગડચિરોલીમાં સૌથી વધારે ૧૧, મુંબઈમાં પાંચ, ચંદ્રપુરમાં બે, ભંડારા અને થાણેમાં ૧-૧નું મૃત્યુ થયું છે.