સોમવારે ચકાસણી થવાની હોવાથી તળ મુંબઈના કેટલાક ભાગમાં એ દિવસે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે
પ્રતીકાત્મક તસવીર
મલબાર હિલમાં આવેલા બીએમસીના વર્ષો જૂના રિઝર્વોયરનું સમારકામ હાથ ધરાવાનું છે. એથી એ પહેલાં એ ભાગને ખાલી કરીને એની ચકાસણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે એ ચકાસણી થવાની હોવાથી તળ મુંબઈના કેટલાક ભાગમાં એ દિવસે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે.
મલબાર હિલ રિઝર્વોયરની ચકાસણી કરવા બીએમસીના અધિકારીઓ સાથે આઇઆઇટી-પવઈના એક્સપર્ટ્સ અને સ્થાનિક એક્સપર્ટ જવાના છે. એથી તળ મુંબઈના ‘એ’, ‘સી’ અને ‘ડી’ વૉર્ડમાં સોમવારે ૧૦ ટકા પાણીકાપ રહેશે. આ ઉપરાંત ‘જી નૉર્થ’ અને ‘જી સાઉથ’ વૉર્ડમાં પણ ૧૦ ટકા પાણીકાપ રહેશે. એ સિવાય પ્રેશર પણ ઓછું રહેશે. એથી બીએમસી દ્વારા ઉપરોક્ત વૉર્ડના રહેવાસીઓને પાણી સાચવીને વાપરવાનું સૂચન કરાયું છે.