આરે કોલોનીનો રસ્તો તેના ખાડાને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે
ફાઇલ તસવીર
પૂર્વીય અને પશ્ચિમી ઉપનગરોને જોડતો આરે કોલોની (Aarey Colony)ના રોડ પર ખાડા હોવાની હકીકત ગુરુવારે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)ના ધ્યાન પર આવી હતી. 30 સપ્ટેમ્બરના રોજ PWD મુંબઈના અન્ય મુખ્ય રસ્તાઓની જેમ જ આ રોડ મહાનગર પાલિકા (BMC)ને સોંપવા માટે સંમત થઈ હતી. જો કે, ગુરુવારે તેણે યુ-ટર્ન લીધો અને કોર્ટને કહ્યું કે તે આ રસ્તાની જાળવણી કરશે. ત્યારે હાઈકોર્ટે `આ રોડનું મેઈન્ટેનન્સ તો થશે પણ પહેલા રોડને ઉપયોગ લાયક બનાવો` એવા આકરા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી.
આ અંગેની પીઆઈએલ (PIL)ને ધ્યાને લઈ આ રોડની જાળવણી કેમ કરવામાં આવતી નથી? હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પાલિકાને આ મામલે પોતપોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત વારંવારના આદેશો છતાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં રસ્તાઓની હાલત અંગે એફિડેવિટ રજૂ ન કરવા પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન સહિત તમામ સંબંધિત નગરપાલિકાઓને 5 જાન્યુઆરી સુધીમાં એફિડેવિટ પર રોડ પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
એક્ટિંગ ચીફ જસ્ટિસ સંજય ગંગાપુરવાલા અને જસ્ટિસ એસ.જી. ચપલગાંવકરની બેન્ચે રાજ્ય અને મુંબઈમાં ખુલ્લા મેનહોલ્સના સંબંધમાં વકીલ રુજુ ઠક્કર દ્વારા દાખલ કરવામાં આવેલી તિરસ્કારની અરજી સાથે બિનોદ અગ્રવાલની રિટ પિટિશનની સંયુક્ત રીતે સુનાવણી કરી હતી. અગ્રવાલની અરજીમાં આરેમાં ખાડાઓને કારણે થતી ભયાનક સ્થિતિ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આરે કોલોનીમાં ગોરેગાંવ પૂર્વમાં મયુર નગરથી આરે માર્કેટ સુધીના પૂર્વ અને પશ્ચિમ એક્સપ્રેસવેને જોડતો રસ્તો ખાડાઓને કારણે ક્ષતિગ્રસ્ત થયો છે અને તે PWDના અધિકારક્ષેત્રમાં છે. અગ્રવાલે આ ખરાબ રસ્તાની ખરાબ હાલત તસવીરો સાથે કોર્ટના ધ્યાન પર લાવી હતી. અગ્રવાલે કોર્ટને એમ પણ કહ્યું કે નગરપાલિકા અને રાજ્ય સરકાર સાથે 3 વર્ષથી ફોલોઅપ કર્યા પછી પણ વહીવટીતંત્રે કોઈ જવાબ આપ્યો નથી.
આ પણ વાંચો: પાંચ મહિને તિહાર જેલમાંથી બહાર આવ્યા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે
ઉલ્લેખનીય છે કે આરે કોલોનીનો રસ્તો તેના ખાડાને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. વરસાદને કારણે અહીં એવી સ્થિતિ સર્જાઇ છે કે વાહન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બને છે અને ટ્રાફિક જયાં થાય છે.