આ ઘટનામાં એક મહિલા સહિત કુલ ત્રણ જણ ઈજા પામ્યા છે
અકસ્માતની તસવીર
કાલિનામાં ગઈ કાલે સવારે એક જોરદાર અકસ્માત થયો હતો, પણ સદ્ભાગ્યે એમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ સંદર્ભે માહિતી આપતાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જયવંત સંકપાળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક ડમ્પર ગઈ કાલે સવારે વિદ્યાનગરી પાસે આવેલા ફ્લાયઓવર પરથી હંસ ભુગરા રોડ પરથી નીચે ઊતરી રહ્યું હતું ત્યારે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને એ આગળ જઈ રહેલી ટૂરિસ્ટ કાર સાથે અથડાયું હતું. પછી એ કાર એની આગળ જઈ રહેલી બે રિક્ષા સાથે જોશભેર અથડાઈ હતી. આ ઘટનામાં એક મહિલા સહિત કુલ ત્રણ જણ ઈજા પામ્યા છે. એમાંના બે જણને સાંતાક્રુઝની વી. એન. દેસાઈ હૉસ્પિટલ અને એકને સાયન હૉસ્પિટલ લઈ જવાયો છે. એકની ઈજા વધુ છે, બે જણને સામાન્ય ઈજા પહોંચી છે.’