Majhi Ladki Bahin Yojana Rechecking: ૨.૫ લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક ધરાવતી મહિલાઓએ પણ આ યોજનામાં અરજી કરી હોવાથી પુનઃતપાસ થશે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ ગેમ ચેન્જર સાબિત થઈ. આ યોજનાને કારણે મહાયુતિની સરકાર ફાવી ગઈ એમ કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી. જોકે જ્યારથી ચૂંટણીના રિઝલ્ટ આવ્યા છે ત્યારથી લઈને આ યોજના (Majhi Ladki Bahin Yojana Rechecking) ચર્ચાનો વિષય બની છે. વિપક્ષ દ્વારા આ યોજનાને લઈને આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને સાથે જ આ યોજનામાં ગડબડ થઈ રહી હોવાની વાતો પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. આ વચ્ચે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અત્યારે જે જે મહિલાઓ આ યોજનાનો લાભ લઈ રહી છે. તે તમામ અરજદારોની ફેર તપાસ કરવામાં આવશે.
આ યોજનાને લઈને શું ફરિયાદો આવી રહી છે?
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે આ યોજના (Majhi Ladki Bahin Yojana Rechecking)માં અરજદારો માટે કેટલાક નિયમો મૂકવામાં આવ્યા હતા. અને એ નિયમમાં જે મહિલાઓ ફિટ બેસે છે તેઓને જ આ લાભ આપવામાં આવે એવો નિર્ણય લેવાયો હતો પરંતુ એવું જોવા મળ્યું છે કે ૨.૫ લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક ધરાવતી અને ઘરમાં ફોર વ્હીલર વાહન હોય એવી મહિલાઓએ પણ આ યોજનામાં અરજી કરી હતી અને આર્થિક લાભ મેળવી રહી છે, જે નિયમની તદ્દન વિરુદ્ધ છે. આ પ્રકારની ફરિયાદો મળ્યા બાદ તમામ અરજીઓની ફેર તપાસ કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.
Majhi Ladki Bahin Yojana Rechecking: તમને જણાવી દઈએ કે આ યોજના ગર્લ ચાઈલ્ડ સ્કીમ હેઠળ આવે છે. ભૂતપૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અદિતિ તટકરે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સ્કીમમાં કેટલીક ગડબડ સામે આવી છે. ખાસ કરીને નક્કી કરવામાં આવેલી મર્યાદાથી વધુ આવક ધરાવતી મહિલાઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. માટે તમામ અરજીઓની પુનઃતપાસ કરવામાં આવનાર છે. અને આ તપાસ દરમિયાન કોઈ ગડબડ સામે આવશે તો જે તે મહિલાનું આવેદન રદ પણ કરવામાં આવશે.
તો યોજના બંધ કરી દેવામાં આવશે?
આવી ચર્ચાઑ ચગી છે. પરંતુ મહાયુતિ સરકારની શપથવિધિ બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે `મુખ્યમંત્રી લાડકી બહિણ યોજના` ચાલુ જ રાખવામાં આવશે. આ સાથે જ તેઓએ કહ્યું હતું કે નાણાકીય યોજનામાં યોગ્ય સંકલન કર્યા બાદ પાત્ર મહિલાઓને આપવામાં આવતી સહાયની રકમમાં વધારો પણ કરવામાં આવશે. પરંતુ આ વચ્ચે સતત વિપક્ષ તરફથી જાણવા મળી રહ્યું છે કે નિયમોમાં ફિટ ન બેસનારી મહિલાઓ પણ યોજનાનો ગેરલાભ ઉઠાવી રહી છે, માટે જ ફરીથી આ તમામ આવેદનકર્તાઓની પુનઃતપાસ (Majhi Ladki Bahin Yojana Rechecking) કરવામાં આવશે.
હવે એવું જણાઈ રહ્યું છે કે ફેર તપાસમાં ૧૫થી ૨૦ ટકા મહિલાઓના અરજપત્રો રદ થઈ શકે છે. એટલે જ કે અત્યારે લાભ રહેલી મહિલાઓમાંથી ૩૫થી ૫૦ લાખ મહિલાઓને મળતી રકમ બંધ થઈ જશે.

