માહિમ બેઠક પર વિજય મેળવીને મહેશ સાવંતે ઉદ્ધવ ઠાકરેને રાજ ઠાકરે અને એકનાથ શિંદે સામે સરસાઈ અપાવી હતી.
પ્રતીકાત્મક તસવીર
માહિમ બેઠક પર શિવસેનાના સિટિંગ વિધાનસભ્ય અને રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને પરાજય આપીને જાયન્ટ કિલર બનેલા ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્ય મહેશ સાવંતને ગઈ કાલે સવારના છાતીમાં દુખાવો થતાં તેમને બાંદરામાં આવેલી લીલાવતી હૉસ્પિટલમાં ચેકઅપ કરાવવા લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ મહેશ સાવંતના કરેલા રિપોર્ટ્સમાં હૃદયને લોહી પૂરું પાડતી એક મુખ્ય નળી બ્લૉક હોવાનું જણાઈ આવ્યું હતું. આ બ્લૉકને લીધે મહેશ સાવંતને છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. આથી ગઈ કાલે મહેશ સાવંતની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ડૉક્ટરોના કહેવા મુજબ મહેશ સાવંતને બે-ત્રણ દિવસ આરામની જરૂર છે, એ પછી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે માહિમ બેઠક પર વિજય મેળવીને મહેશ સાવંતે ઉદ્ધવ ઠાકરેને રાજ ઠાકરે અને એકનાથ શિંદે સામે સરસાઈ અપાવી હતી.