Maharashtra Vidhan Sabha Election 2024: દેવેન્દ્ર ફડનાવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠકથી ચૂંટણી લડશે અને બાવનકુળે કામથી બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં તૈયાર છે.
દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપની પહેલી યાદીની તસવીર
કી હાઇલાઇટ્સ
- 20 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે
- 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે
- દેવેન્દ્ર ફડનાવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠકથી ચૂંટણી લડશે
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખ (Maharashtra Vidhan Sabha Election 2024) જાહેર થઈ ગઈ છે. 20 નવેમ્બરે ચૂંટણી યોજવાની છે. રાજયમાં ચૂંટણીને લઈને મહાયુતિ ગઠબંધન (ભારતીય જાનતા પાર્ટી, શિવસેના શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ) વચ્ચે રાજ્યની બેઠક પર કયા ઉમેદવારને ટિકિટ આપવી તે અંગે છેલ્લા અનેક સમયથી બેઠકો ચાલી રહી હતી. મહાયુતિ દ્વારા રાજ્યની મોટાભાગની બેઠકો પર વહેંચણીનો નિર્ણય થઈ ગયો છે એવા સમાચાર સામે આવા છે અને આ બધા વચ્ચે ભાજપે વિધાનસભા ચૂંટણીમાં તેમના ઉમેદવારોની પહેલી સત્તાવાર યાદી જાહેર કરી છે.
ભાજપ દ્વારા રવિવારે આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Maharashtra Vidhan Sabha Election 2024) માટે ઉમેદવારોની તેમની પ્રથમ સૂચિ જાહેર કરી છે. આ યાદીમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનાવીસ અને રાજ્યના રાજ્યના વડા ચંદ્રશેખર બાવનકુળે સહિત 99 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. દેવેન્દ્ર ફડનાવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠકથી ચૂંટણી લડશે અને બાવનકુળે કામથી બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં તૈયાર છે. આ યાદીમાં નામ આપવામાં આવેલા અન્ય અગ્રણી નેતાઓમાં ઘાટકોપર પશ્ચિમના રામ કદમ, ચિકલીના શ્વેતા મહાલે પાટિલ, ભોકરથી શ્રીજયા અશોક ચાવન અને કાંકાવાલીના નીતિશ રાને સામેલ છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી; નામો અહીં જુઓ મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. 23મી નવેમ્બરે મતગણતરી.#MaharashtraElections #BJP #CandidateList #Voting2024 #ElectionUpdates #Polls #Democracy #PublicParticipation pic.twitter.com/tFaTnOzx8D
— Gujarati Midday (@middaygujarati) October 20, 2024
શ્રીજયા જેઓ ભૂતપૂર્વ મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન અશોક ચૌહાણની દીકરી છે, જેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં કૉંગ્રેસ છોડીને ભાજપમાં (Maharashtra Vidhan Sabha Election 2024) પ્રવેશ કર્યો હતો તેમને પણ ટિકિટ આપવામાં આવી છે. 288 બેઠકની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં યોજવાની છે જેની ચૂંટણી પંચે મંગળવારે જાહેરાત કરી હતી. મતોની ગણતરી 23 નવેમ્બરના રોજ થયા બાદ પરિણામો જાહેર થશે. ભાજપ, જે એકનાથ શિંદની શિવસેના અને એનસીપીના અજિત પવાર જૂથ સાથે ગઠબંધનમાં છે, તે હરિયાણામાં વિજય બાદ આ ચૂંટણીમાં પીએન સારું પ્રદર્શન કરશે તેવા લક્ષ સાથે મેદાનમાં ઉતરી છે.
2019 માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપ અને શિવસેનાએ (Maharashtra Vidhan Sabha Election 2024) નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) હેઠળ સાથી તરીકે લડ્યા હતા, જ્યારે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) ના ભાગ રૂપે મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ અને શિવસેના એલાયન્સ 161 બેઠકો જીતી (ભાજપ 105, શિવ સેના 56) હતી અને કૉંગ્રેસ-એનસીપી એલાયન્સએ 98 બેઠકો (54 સાથે એનસીપી, કોંગ્રેસ સાથે 44) મેળવી હતી. જોકે, તેમના મતદાન પૂર્વ જોડાણ હોવા છતાં, શિવસેનાએ રોટેશનલ મુખ્યમંત્રી બનાવવાની માગ કરી, જેને ભાજપે ઇનકાર કર્યો, જેના કારણે બન્ને પક્ષો જુદા પડ્યા હતા અને રાજ્યમાં રાજકીય સંકટ આવ્યું હતું. અઠવાડિયાના વાટાઘાટો અને રાજકીય દાવપેચ પછી, શિવસેનાએ ભાજપ સાથેના સંબંધોને તોડી નાખ્યા અને કૉંગ્રેસ અને એનસીપી સાથે જોડાણ બનાવ્યું, જેમાં મહા વિકાસ આખાડી (એમવીએ) ગઠબંધન બનાવ્યું હતું.