‘મિડ-ડે’ દ્વારા દહિસર અને મુલુંડ ટોલનાકાની તાજેતરની મુલાકાતો દર્શાવે છે કે વાહનચાલકોએ હજી પણ પીક-ટ્રાફિક અવર્સ દરમિયાન ટોલ ચૂકવવો પડે છે જ્યારે ટ્રાફિક પીળી લાઇનને ઓળંગે છે
ડાબે મુલુંડ ટોલપ્લાઝા (તસવીર : રાજેશ ગુપ્તા), દહિસર ટોલપ્લાઝા (તસવીર : પ્રસુન ચૌધરી)
જો ટ્રાફિક પીળી લાઇનની બહાર લંબાવવામાં આવે તો ટોલ માફ કરવામાં આવશે એવી સરકારની જાહેરાત માત્ર કાગળ આધારિત નિર્દેશો હોવાની ફરિયાદો ઊઠી છે. ‘મિડ-ડે’ દ્વારા દહિસર અને મુલુંડ ટોલનાકાની તાજેતરની મુલાકાતો દર્શાવે છે કે વાહનચાલકોએ હજી પણ પીક-ટ્રાફિક અવર્સ દરમિયાન ટોલ ચૂકવવો પડે છે જ્યારે ટ્રાફિક પીળી લાઇનને ઓળંગે છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના ચીફ રાજ ઠાકરે અને પ્રધાન દાદા ભુસે ટોલના મુદ્દે ચર્ચા કરવા ૧૩ ઑક્ટોબરે રાજ ઠાકરેના નિવાસસ્થાને મળ્યા હતા. મીટિંગ પછી એક પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી જ્યાં તેમણે એમએનએસ અને સરકાર વચ્ચે ટોલ ઑપરેટરોને રાખીને મુંબઈના પાંચ ટોલ એન્ટ્રી પૉઇન્ટ અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ટોલ વસૂલાત પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા માટેના કરારની જાણકારી આપી હતી. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમણે એ પણ જાહેરાત કરી કે ટોલ કલેક્શન બૂથથી લગભગ ૨૦૦થી ૩૦૦ મીટર પહેલાં પીળી લાઇન દોરવામાં આવશે. જો વાહનોની લાઇન આ યેલો લાઇનથી આગળ લંબાય છે તો પીળી લાઇન અને ટોલ બૂથ વચ્ચેનાં વાહનોને ટ્રાફિકની ભીડને રોકવા માટે ટોલ ચૂકવ્યા વિના આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે.
એમએનએસના ટ્વિટર હેન્ડલ પર પણ ૧૬ ઑક્ટોબરે ટ્વીટ કર્યું હતું કે ‘દરેક ટોલ બૂથ પર યલો લાઇન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવામાં આવશે. જો કતાર આ પીળી લાઇનથી આગળ વધે છે તો કતાર ટૂંકી ન થાય ત્યાં સુધી તમામ વાહનોને ટોલ વિના પસાર થવા દેવામાં આવશે.’
ADVERTISEMENT
આ પરિસ્થિતિની ચકાસણી કરવા માટે ‘મિડ-ડે’એ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના દહિસર ટોલપ્લાઝા અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના મુલુંડ ટોલપ્લાઝાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતો અને વાહનચાલકો સાથેની વાતચીત દરમિયાન ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે પીળી લાઇનનો નિયમ લાગુ કરવામાં આવતો નથી. કેટલીક વાર ટોલ બૂથ ઑપરેટર સાથે પીળી લાઇન મુક્તિ અંગે ચર્ચા કરવાની તક મળે એ પહેલાં જ તેમના ફાસ્ટૅગમાંથી ટોલ કાપવામાં આવતો હતો.
નિયમિત પ્રવાસી સુરેશ ચંદાલિયાએ જણાવ્યું હતું કે ‘ફાસ્ટૅગ સિસ્ટમનો હેતુ અમારી રોજિંદી મુસાફરીને સુવ્યવસ્થિત કરવાનો હતો, પરંતુ મારા અનુભવમાં એ સરળ નથી. ઘણી વખત પીળી લાઇન વિશે ટોલ બૂથના કર્મચારીઓનો સંપર્ક કરતાં પહેલાં જ મારા ફાસ્ટૅગ અકાઉન્ટ પર ચાર્જ લાગુ થઈ જાય છે.’