પોલીસે જણાવ્યું કે તેમણે ગ્રુપના ત્રણ જણની ધરપકડ કરી છે. જેમાંથી એક ઑટોરિક્શા ડ્રાઈવર છે. એક ન્યૂઝ એજન્સી પ્રમાણે, 18 ડિસેમ્બરના વિરાર પોલીસ પાસે એક એક શખ્સે લૂંટનો કેસ નોંધાવ્યો હતો.
Mumbai Crime
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના (Maharashtra) પાલઘર (Palghar) જિલ્લામાં પોલીસે (Poliec) મુંબઈ-અમદાવાદ હાઈવે (Mumbai Ahmedabad Highway) પર લોકોને લૂંટનારા ગ્રુપનો ભાંડાફોડ કર્યો છે. પોલીસે જણાવ્યું કે તેમણે ગ્રુપના ત્રણ જણની ધરપકડ કરી છે. જેમાંથી એક ઑટોરિક્શા ડ્રાઈવર છે. એક ન્યૂઝ એજન્સી પ્રમાણે, 18 ડિસેમ્બરના વિરાર પોલીસ પાસે એક એક શખ્સે લૂંટનો કેસ નોંધાવ્યો હતો.
પોલીસે આપવામાં આવેલી ફરિયાદમાં પીડિત યુવકે જણાવ્યું કે તે 18 ડિસેમ્બરના નાલાસોપારા જવા માટે તેણે એક ઑટોરિક્શા હાયર કરી. જેમાં બે અન્ય પ્રવાસીઓ પણ બેઠા હતા. પણ ડ્રાઈવરે અધરસ્તે ઑટોરિક્શા અટકાવી અને બન્ને સાથીઓ સાથે મળીને યુવકની ધોલાઈ કરી દીધી. પછી તેમણે યુવકનો મોબાઈલ અને જરૂરી સામાન લૂંટી લીધો. તેની સાથે લગભગ 14 હજાર રૂપિયા લૂંટી લીધા.
ADVERTISEMENT
સહાયક પોલીસ ઑફિસર (વિરાર સંભાગ) રામચંદ્ર દેશમુખે જણાવ્યું કે યુવકની ફરિયાદ પર કેસ દાખલ કરી લેવામાં આવ્યો. પચી પોલીસે તપાસ શરૂ કરી દીધી. સીસીટીવી કેમેરાની મદદથી આરોપી ઑટોરિક્શા ડ્રાઈવરની તપાસ કરી. આરોપી ટૂંક સમયમાં જ પોલીસની અટકમાં આવી ગયો. તેની સાથે-સાથે તેના બે સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી અને આ લૂંટમાં તેની સાથે સામેલ હતા.
આરોપી ઑટોરિક્શા ચાલક પાસેથી લૂટના 16 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા. જેની કિંમત 2.35 લાખની આસપાસ કહેવામાં આવી રહી છે. સાથે જ આરોપીના બે ઑટોરિક્શા પણ જપ્ત કરી છે.
આ પણ વાંચો : મુંબઈ પોલીસે 44 લાખની સાઈબર ઠગીને કરી નિષ્ફળ, ઑનલાઈન ટ્રાન્ઝેક્શન અટકાવ્યું
પોલીસે જણાવ્યું કે આ ત્રણેય વિરુદ્ધ વાલિવ પોલીસ સ્ટેશનમાં 5 અને ડીએન નગરમાં એક કેસ પહેલાથી દાખલ છે. હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.