પબ્લિક અને પ્રાઇવેટ કંપની સાથે ૧૩,૫૦૦ મેગાવૉટના પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સ્થાપવા ૭૧,૦૦૦ કરોડ રૂપિયાના એમઓયુ
દેવેન્દ્ર ફડણવીસ
પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રોપાવર (પીએસએચ) પ્રોજેક્ટ દ્વારા ક્લીન અને રિન્યુઅબલ એનર્જીના ઉત્પાદનના મામલે મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વનું પગલું લીધું છે. ગઈ કાલે સરકારે ૧૩,૫૦૦ મેગાવૉટ વીજળી પેદા કરવા માટે પબ્લિક અને પ્રાઇવેટ કપંનીઓ સાથે ૭૧,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણનાં એમઓયુ સાઇન કર્યાં હતાં.
ADVERTISEMENT
કઈ રીતે કામ કરે છે ?
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટથી રાજ્યમાં ૩૦,૦૦૦ નોકરીઓનું સર્જન થશે. ઘાટઘરમાં મહારાષ્ટ્રમાં પીએસએચનો પાઇલટ પ્રોજેક્ટ આવેલો છે. પીએસએચ પ્લાન અન્ય હાઇડ્રોપાવર પ્લાન્ટ જેવો જ હોય છે, પરંતુ અહીં એક જ પાણીનો વારંવાર ઉપયોગમાં કરવામાં આવે છે. વીજળી પેદા કરવા માટે ઉપરના જળાશયમાંથી પાણી છોડવામાં આવે છે. ટર્બાઇનને
ચલાવવા માટે જે પાણી
નીચે આવે છે એ પાણીને એક જળાશયમાં એકઠું કરવામાં આવે છે. ત્યાર બાદ જરૂરિયાત મુજબ એને પમ્પ દ્વારા ફરી ઉપરના જળાશયમાં લઈ જવામાં આવે છે.’
રોકાણકારો
કેન્દ્ર સરકાર અંતર્ગત ધ નૅશનલ હાઇડ્રોપાવર કૉર્પોરેશન (એનએચસી) ૭,૩૫૦ મેગાવૉટ ક્ષમતા માટે ૪૪,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે તો પ્રાઇવેટ કંપની ટૉરન્ટ પાવર લિમિટેડ ૫,૭૦૦ મેગાવૉટ માટે ૨૭,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચશે. ટૉરન્ટ કર્જત, માવલ અને જુન્નરમાં તો એનએચસી સાવિત્રી, કળુ, કેન્ગાડી અને જલોન્ડમાં પ્રોજેક્ટ શરૂ કરશે.