વિદર્ભ સિવાય આખા રાજ્યની સ્કૂલો ૧૫ જૂને ખૂલશે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર બોર્ડ સાથે સંલગ્ન રાજ્યની તમામ સ્કૂલોમાં આજથી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. બીજા બોર્ડની સ્કૂલ પોતપોતાના અભ્યાસક્રમ અને ઍક્ટિવિટીને ધ્યાનમાં રાખીને સ્કૂલ બંધ કરવી કે નહીં એનો નિર્ણય લઈ શકે છે એવું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે પોતાના આદેશમાં કહ્યું હતું. વિદર્ભ સિવાય આખા રાજ્યની સ્કૂલો ૧૫ જૂને ખૂલશે.
રવિવારે નવી મુંબઈના ખારઘરમાં હીટને કારણે ૧૪ જણનાં મૃત્યુ થયા બાદ સરકાર સફાળી જાગી છે.