આવતી કાલે બપોરના એક વાગ્યાથી ઑનલાઇન જોવા મળશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનનું SSCનું રિઝલ્ટ ૨૭ મેએ એટલે કે આવતી કાલે જાહેર કરવામાં આવશે. SSC બોર્ડનું રિઝલ્ટ આવતી કાલે બપોરના એક વાગ્યાથી ઑનલાઇન જોવા મળશે. આ વર્ષે ૧૭ લાખ જેટલા સ્ટુડન્ટ્સે SSCની પરીક્ષા આપી હતી. તેઓ mahahsscboard.in, mahresult.nic.in, sscresult.mkcl.org and results.digilocker.gov.in પર રોલ-નંબર અને રોલ-કોડ નાખીને રિઝલ્ટ જાણી શકશે.