Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maratha Reservation : મહારાષ્ટ્ર ફરી એકવાર આંદોલનની આગમાં, 49ની ધરપકડ, ધારાશિવમાં કરફ્યુ 

Maratha Reservation : મહારાષ્ટ્ર ફરી એકવાર આંદોલનની આગમાં, 49ની ધરપકડ, ધારાશિવમાં કરફ્યુ 

31 October, 2023 02:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મરાઠા આરક્ષણ (Maratha Reservation) કાર્યકર્તા મનોજ જરાંગે પાટિલ સાથે ટેલિફોન પર વાત કરી હતી. મુખ્યમંત્રી શિંદે સાથે સંતોષકારક ચર્ચા બાદ જરાંગે પાટીલે પાણી પીધું હતું.

મરાઠા અનાનત આદોલનનો ફોઈલ ફોટો

મરાઠા અનાનત આદોલનનો ફોઈલ ફોટો


Maratha Reservation: મહારાષ્ટ્ર મહેસૂલ વિભાગ  આજે 31 ઓક્ટોબરથી મરાઠા સમુદાયના સભ્યોને માન્ય દસ્તાવેજો સાથે કુણબી પ્રમાણપત્રો આપવાનું શરૂ કરશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના આ પગલાનો ઉદ્દેશ્ય હિંસક અનામત વિરોધ બાદ મરાઠા સમુદાયને શાંત કરવાનો છે. સરકારે મરાઠા આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગે-પાટીલ સાથે ફરી વાતચીત શરૂ કરવાનું વચન પણ આપ્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મરાઠા આરક્ષણ પર કેબિનેટ પેટા સમિતિની તાકીદની બેઠક યોજ્યા પછી પગલાંની જાહેરાત કરવામાં આવી હતી.


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટિલ સાથે ટેલિફોન પર વાત કરી હતી. વાતચીત દરમિયાન સીએમ શિંદેએ જરાંગે પાટિલના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને બંને વચ્ચે મરાઠા સમુદાયને અનામત આપવા અંગે સકારાત્મક ચર્ચા થઈ. સીએમ શિંદેએ જરાંગે પાટિલને કહ્યું કે મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્ર આપવા અંગે આજની કેબિનેટમાં નક્કર નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે મરાઠા આરક્ષણના મુદ્દાને કાયદેસર રીતે ઉકેલવો જરૂરી છે અને આ માટે સરકારે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. મુખ્યમંત્રી શિંદે સાથે સંતોષકારક ચર્ચા બાદ જરાંગે પાટીલે પાણી પીધું.



બીડ જિલ્લામાં મરાઠા આરક્ષણ માટે ચાલી રહેલા આંદોલન દરમિયાન થયેલી હિંસાના સંબંધમાં પોલીસે 49 લોકોની ધરપકડ કરી છે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. રાજનેતાઓની મિલકતોને નિશાન બનાવી હિંસા અને આગચંપી કરવાની અનેક ઘટનાઓને પગલે સોમવારે સાંજે બીડ જિલ્લાના ભાગોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. બીડના પોલીસ અધિક્ષક (એસપી) નંદકુમાર ઠાકુરે પીટીઆઈને જણાવ્યું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. તેમણે કહ્યું, `હુલ્લડો અને જીવને જોખમમાં મૂકવાના કેસ નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 49 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો અને પરિસ્થિતિ કાબૂમાં છે.


મરાઠા આરક્ષણ માટે ચાલી રહેલા આંદોલન વચ્ચે કલ્યાણ કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KKRTC) એ મહારાષ્ટ્રના ઓમેર્ગામાં વિરોધીઓ દ્વારા તેની એક બસને આગ ચાંપી દેવાયા બાદ મહારાષ્ટ્ર માટે તેની બસ સેવાઓ સ્થગિત કરી દીધી છે. પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી અમે બસનું સંચાલન બંધ રાખીશું. મહારાષ્ટ્રના ધારશિવ જિલ્લામાં હિંસાની ઘટનાઓ બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

સોમવારે રાત્રે જિલ્લા કલેક્ટર સચિન ઓમ્બાસે દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, કર્ફ્યુ સમયગાળા દરમિયાન પાંચથી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી નથી. એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાજ્ય દ્વારા નિયુક્ત ન્યાયમૂર્તિ શિંદે સમિતિએ તેના વચગાળાના અહેવાલમાં મધ્ય મહારાષ્ટ્રમાં નિઝામ યુગના 17.2 મિલિયન રેકોર્ડ્સ સ્કેન કર્યા પછી કુણબી રેકોર્ડ સાથેના 11,530 દસ્તાવેજો શોધી કાઢ્યા છે. મરાઠા વિરોધીઓએ સોમવારે પણ ધુલે-સોલાપુર હાઈવે પાંચ કલાકથી વધુ સમય માટે બ્લોક કર્યો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2023 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK