શિવસેના ( Shiv Sena) નેતા સંજય રાઉત(Sanjay Raut)એ એવું નિવેદન આપ્યું છે, જેના કારણે કોંગ્રેસ નારાજ થઈ ગઈ છે. વાસ્તવમાં સંજય રાઉતે કહ્યું હતું કે ઠાકરે સેનાને 19 સીટો મળવી જોઈએ.
સંજય રાઉત
શિવસેના ( Shiv Sena) નેતા સંજય રાઉત(Sanjay Raut)એ એવું નિવેદન આપ્યું છે, જેના કારણે કોંગ્રેસ નારાજ થઈ ગઈ છે. વાસ્તવમાં સંજય રાઉતે કહ્યું હતું કે ઠાકરે સેનાને 19 સીટો મળવી જોઈએ. ત્રણેય પક્ષોએ કેટલીક બેઠકો પર સમાધાન કરવું પડશે. બીજી તરફ મહારાષ્ટ્ર કોંગ્રેસ કોર કમિટી(Maharashtra Congress)ની આજે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પક્ષની સંખ્યા વધુ હોય તેને તે બેઠક પરથી ચૂંટણી લડવાની તક મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે 2019માં કોંગ્રેસે 26 સીટો પર ચૂંટણી લડી હતી પરંતુ તે માત્ર 1 સીટ જીતી શકી હતી.
કોંગ્રેસે શું કર્યો દાવો?
કોંગ્રેસે કહ્યું, `આ વખતે સીટ વહેંચણીની ફોર્મ્યુલા નવેસરથી નક્કી થવી જોઈએ. જેની પાસે તાકાત હોય તેને તે આસન મળવું જોઈએ. 2019ની લોકસભા ચૂંટણીના પરિણામોના આધારે સીટોની વહેંચણી થવી જોઈએ નહીં. છેલ્લા 5 વર્ષમાં વાતાવરણ બદલાયું છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની હાલત સુધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Mumbai Train:શું ઈતિહાસ બની જશે મુંબઈ લોકલ ટ્રેન?! શરૂ થવાની છે વંદે ભારત મેટ્રો
પૂર્વ CM અને કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે શું કહ્યું?
પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા અશોક ચૈહાણે કહ્યું, `કોઈ સમાધાન કરવાનો પ્રશ્ન જ નથી. મેરિટના આધારે બેઠકોની વહેંચણી કરવામાં આવશે. આગામી લોકસભાની ચૂંટણીમાં કેટલી લોકસભા બેઠકો પર લડવામાં આવશે તે અંગે આજે ચર્ચા કરવામાં આવી છે. જે સીટ પર પાર્ટીની ક્ષમતા હશે, તે પાર્ટી ત્યાં ચૂંટણી લડશે, આમ કરવાથી જીત આસાન થઈ જશે. ચૂંટણીની સ્થિતિ દર વખતે બદલાય છે. આ વખતે સ્થિતિ જુદી છે. પહેલાં કરતાં વધુ સારું. સંજય રાઉતનું નિવેદન તેમનો અંગત અભિપ્રાય છે. સાથે બેસીને ચર્ચા કરીશું.
ચૌહાણે કહ્યું, `સંજય રાઉત 19 બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપી શકે છે. આ તેમનો અભિપ્રાય હોઈ શકે છે પરંતુ જરૂરી નથી કે તે મહા વિકાસ આઘાડીનો પણ અભિપ્રાય હોય.