આ પહેલા એનસીપીના નવા અધ્યક્ષની પસંદગી કરવા માટે બનાવવામાં આવેલી સમિતિએ એક પ્રસ્તાવ પારિત કરીને પાર્ટીના અધ્યક્ષનું પદ છોડવાના શરદ પવારના નિર્ણયને રદ કરી દીધો હતો.
શરદ પવાર (ફાઇલ તસવીર)
શરદ પવારે એનસીપી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું પાછું ખેંચી લીધું છે. તેમણે શુક્રવારે પ્રેસ કૉન્ફ્રેન્સમાં જાહેરાત કરતા કહ્યું, "હું ભાવુક થઈ ગયો છું. હું મારો નિર્ણય પાછો ખેંચી રહ્યો છું." આ પહેલા એનસીપીના નવા અધ્યક્ષની પસંદગી કરવા માટે બનાવવામાં આવેલી સમિતિએ એક પ્રસ્તાવ રજૂ કરી ને અધ્યક્ષના પાર્ટી પદ છોડવાના શરદ પવારના નિર્ણયને રદ કરી દીધો છે.
શરદ પવારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષના પદેથી રાજીનામું પાછું ખેંચી લીધું છે. તેમણે શુક્રવારે (5મેના રોજ) પ્રેસ કૉન્ફ્રેન્સમાં જાહેરાત કરતા કહ્યું, "હું તમારી ભાવનાઓનો અપમાન નથી કરી શકતો. હું ભાવુક થઈ ગયો છું અને મારો નિર્ણય પાછો લઈ રહ્યો છું." એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે 2 મેના મેં એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. એવું લાગતું હતું કે મારી અનેક વર્ષોની સેવા બાદ મારે રિટાયર થવું છે.
ADVERTISEMENT
પવારે કહ્યું કે, ત્યાર બાદ એનસીપીના અનેક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને દુઃખ થયું. આ નિર્ણય પર ફરી વિચાર કરું આ માટે મારા હિતચિંતક અને કાર્યકર્તાઓ તેમજ ચાહકોએ આગ્રહ કર્યો. આની સાથે જ કાર્યકર્તાઓએ મને કહ્યું કે હું અધ્યક્ષ પદ પાછો લઈ લઉં, મારા તરફથી લોકોની ભાવનાઓનું અનાદર ન થઈ શકે.
એનસીપી કાર્યકર્તાઓએ ઉજવ્યો ઉત્સવ
શરદ પવારે આગળ કહ્યું, આ બધાથી હું ભાવુક થઈ ગયો છું, બધાના આહ્વાન અને એનસીપીના વરિષ્ઠ નેતાઓના કહ્યા બાદ અને તેમની બધાની ભાવનાઓ પર વિચાર કરીને હું રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (રાકૉંપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટવાનો નિર્ણય પાછો લઉં છું. હું ફરીથી અધ્યક્ષ પદનો સ્વીકાર કરી રહ્યો છું. શરદ પવારના અધ્યક્ષ પર પાછા આવવાની ઘોષણા બાદ એનસીપી કાર્યકર્તાઓએ મુંબઈમાં વાઈબી ચવ્હાણ કેન્દ્રની બહાર જોરદાર ઉત્સવ ઉજવ્યો.
ઉત્તરાધિકારી અને રિટાયરમેન્ટ પર શું બોલ્યા?
તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીને જોતા અનેક લોકોએ મને વિનંતી કરી જેમાં અનેક રાષ્ટ્રીય પક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે. ઉત્તરાધિકારીના પ્રશ્ન પર શરદ પવારે કહ્યું કે જે બેઠા છે તે બધા દેશને સંભાળી શકે છે. તેમને તક મળવાની રાહ છે. રિટાયરમેન્ટ પર શરદ પવારે કહ્યું કે મને સંપૂર્ણ અંદેશો હતો કે હું આ બધા સાથે ચર્ચા કરીશ તો લોકો મને એમ નહીં કરવા દે. જેને કારણે મારે આ રીતે મારો નિર્ણય સંભળાવવો પડ્યો હતો.
આ પણ વાંચો : Sharad Pawar: મુંબઈમાં NCPની કોર કમિટીની બેઠક, શરદ પવારનું રાજીનામું નામંજૂર
રાજીનામાં બાદ એનસીપીમાં મચી હલચલ
નોંધનીય છે કે શરદ પવારે છેલ્લે 2 મેના રોજ એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની ઘોષણા કરીને બધાને ચોંકાવી દીધા હતા. પવારે પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી કરવા માટે સમિતિનું ગઠન કર્યું હતું. જેમાં તેમના ભત્રીજા અજિત પવાર, દીકરી સુપ્રિયા સુલે, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ અને છગન ભુજબળ સામેલ હતા. તેમની આ જાહેરાત બાદ એનસીપી કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ કર્યો હતો. સાથે જ અનેક પદાધિકારીઓએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કાર્યકર્તાઓના વિરોધને જોતા પવારે પોતાના નિર્ણય પર વિચાર કરવા માટે બે-ચાર દિવસનો સમય માગ્યો હતો.

