રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં ફાડ પડ્યા પછી કોંગ્રેસના નેતા શરદ પવાર (Sharad Pawar)ને સમર્થન આપી રહ્યાં છે.રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે બાદ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ પવાર સાથે વાત કરી છે. જાણો તેમણે શું કહ્યું?
સોનિયા ગાંધી અને શરદ પવાર
Maharashtra Politics: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં વિભાજન થયા પછી કોંગ્રેસ સંસદીય પક્ષ (CPP)અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ રવિવારે NCP વડા શરદ પવાર (Sharad Pawar) સાથે ફોન પર વાત કરી અને વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી. તેમને ટેકો પણ આપ્યો છે. નોંધનીય છે કે એનસીપી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવાર(Ajit Pawar)રવિવારે મહારાષ્ટ્ર (Maharashtra)માં એકનાથ શિંદે(Eknath Shinde)ના નેતૃત્વવાળી સરકારમાં જોડાયા હતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે માહિતી આપી હતી કે, "સીપીપી અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi)એ શરદ પવાર (Sharad Pawar) સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને તેમને સમર્થન આપ્યું છે, અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ શરદ પવાર સાથે વાત કરી હતી."
ADVERTISEMENT
બીજી તરફ બળવાના કલાકો પછી એનસીપીના વડા શરદ પવારે કહ્યું, "આ `ગુગલી` નથી, આ લૂંટ છે" અને તેઓ પક્ષ છોડનારાઓના ભવિષ્ય વિશે ચિંતિત છે.
તેમના ભત્રીજા અને પક્ષના અન્ય આઠ નેતાઓ બળવો કરીને મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા પછી પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું કે જે બન્યું તેની તેમને ચિંતા નથી. તેઓ ફરી પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરશે. તેમણે પક્ષના નેતાઓ પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે સામે પણ કાર્યવાહીનો સંકેત આપતાં કહ્યું કે તેઓ તેમની જવાબદારીઓનું પાલન કરતા નથી.
શરદ પવાર (Sharad Pawar)એ કહ્યું કે શિવસેના-ભાજપ સરકારમાં સામેલ થયેલા કેટલાક લોકો ED કેસનો સામનો કરી રહ્યા છે. અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. NCPના અન્ય આઠ નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા.
શરદ પવાર(Sharad Pawar)એ કહ્યું, "આ `ગુગલી` નથી, આ લૂંટ છે. આ નાની વાત નથી" મારા કેટલાક સાથીદારોએ અલગ વલણ અપનાવ્યું છે. મેં 6 જુલાઈએ તમામ નેતાઓની બેઠક બોલાવી હતી, જેમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી અને પાર્ટીમાં કેટલાક ફેરફારો કરવાના હતા, પરંતુ તે બેઠક પહેલા જ કેટલાક નેતાઓ અલગ થઈ ગયા હતા.
નોંધનીય છે કે અજિત પવારની બળવાખોરી પર સુપ્રિયા સુલેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અજિત દાદા હજી પણ મારા ભાઈ જ છે અને હંમેશાં રહેશે. અહીં નોંધવું રહ્યું કે પાર્ટીના ફાડ પડ્યા બાદ શરદ પવાર આજે સતારામાં એક રેલીનું સંબોધન કરશે. પહેલા તે પોતોના ગુરુ યશવંતરાવ ચવ્હાણના આશિર્વાદ લેશે અને બાદમાં સતારાના કરાડમાં રેલીનું સંબોધન કરશે.